Jamawat News Bulletin - સી.જે.ચાવડા આજે કરશે કેસરિયો ધારણ, બિહારમાં આજે ફ્લોર ટેસ્ટ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 11:10:26

લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પહેલા આ વખતે પણ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા આજે કેસરિયો ધારણ કરવાના છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કેસરિયો ધારણ કર્યો હતો. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા હતા. તે સિવાય કોંગ્રેસના ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે પણ કેસરિયો ધારણ કર્યો હતો. મહત્વનું છે સી.આર.પાટીલે ચિરાગ પટેલનું તેમજ ભૂપત ભાયાણીનું ભાજપમાં સ્વાગત કર્યું હતું, ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા કેસરિયો ધારણ કરશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ન માત્ર પૂર્વ ધારાસભ્ય પરંતુ તેમની સાથે મોટા પ્રમાણમાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાય છે. 


હારીજ મામલતદારે કચેરીના ત્રીજા માળેથી ઝંપલાવ્યું!

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના મામલતદારે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. હારીજ મામલતદાર વેનાજી પટેલે હારીજ કચેરીના નવીન બિલ્ડિગના ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. જોકે હજી સુધી આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મામલતદાર વેનાજી પટેલનું મોત આકસ્મિક છે કે આત્મહત્યા તેની તપાસ શરૂ કરી છે.  વેનાજી પટેલના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. હારીજના મામલતદાર વેનાજી પટેલ મુળ દિયોદર તાલુકાના લીલાધર ગામનાં વતની હતા. 55 વર્ષીય વેનાજીના ઘરે યજ્ઞ હતો અને આ દિવસે જ તેમણે મોતને વ્હાલું કરતા સ્થાનિક લોકો અને જિલ્લા વહીવટી તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે. ઘટનાના પગલે હારીજ પોલીસ, SDM સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીના મોતથી સાથી મિત્રો અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વેનાજી પટેલના મોતને લઈ મામલતદાર કંપાઉન્ડને તાળા મારવામાં આવ્યા છે. વેનાજી પટેલના મૃતદેહને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

ગુજરાતના મહેમાન બનશે ઈન્ડિયા-ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીએ રમાવાની છે.નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે.  મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓનું આગમન રવિવારે મોડી રાત્રે રાજકોટ એરપોર્ટ પર થયું હતું. ઈંગ્લેન્ડની ટીમ ગુજરાત આજે આવવાની છે. રાજકોટ શહેરની સયાજી હોટલ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આવી પહોંચ્યા છે.  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ, આર. અશ્વિન, સરફરાઝ ખાન, રજત પાટીદાર, કોચ રાહુલ દ્રવિડ, અક્ષર પટેલ, સુભમન ગિલ સહિતના ખેલાડીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ખેલાડીઓને અલગ અલગ ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવવાની છે. ખેલાડીઓ જ્યારે હોટલે પહોંચ્યા હતા ત્યારે તેમને આવકારવા ક્રિકેટ પ્રેમીઓ ઉભા હતા. 


બિહારમાં આજે ફ્લોર ટેસ્ટ!

નીતિશ કુમાર અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. પક્ષ પલટા માટે તેઓ જાણીતા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય કારણ કે અનેક વખત તેમણે પક્ષપલટો કર્યો છે. થોડા સમય પહેલા નીતિશ કુમારે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી દીધો હતો અને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. મુખ્યમંત્રી તરીકેના શપથ પણ તેમણે લીધા છે ત્યારે આજે નીતિશ કુમારે ફરી એક વખત વિધાનસભામાં અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે! બિહાર વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ છે. નીતિશ કુમારે આજે વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે. ફ્લોર ટેસ્ટને ધ્યાનમાં રાખી ધારાસભ્યોને એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા અને હવે વિધાનસભા જવા માટે તેઓ નીકળી ગયા છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયા X પર નીતિશ કુમાર ટ્રેન્ડ થઈ રહ્યા છે સાથે સાથે ફ્લોર ટેસ્ટ પણ ટ્રેન્ડિંગ છે. 

આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ એલર્ટ

ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આર-પારની લડાઈના મૂડમાં છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. હરિયાણા-પંજાબ બોર્ડર પર સ્થિતિ ખૂબ જ તંગ છે. જાણે યુદ્ધ લડવાનું હોય એવી તૈયારીઓ ચાલી રહી છે. સરકારે સરહદની આસપાસના જિલ્લાઓની સીમાઓ સીલ કરી દીધી છે. મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, જથ્થાબંધ એસએમએસ મોકલી શકાશે નહીં. પોલીસે તેમની દેખરેખ વધારી દીધી છે. ડીજીપી સંબંધિત વિસ્તારોના પોલીસ કેપ્ટન સાથે સતત સંપર્કમાં છે. ડીજીપી ખુદ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પંજાબના ખેડૂતોને હરિયાણા થઈને દિલ્હી જતા રોકવા માટે અંબાલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભૂ બોર્ડરને સિમેન્ટ બેરિકેડિંગ અને કાંટાળા તારથી સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે. એવી માહિતી સામે આવી છે કે મંત્રીઓ ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે. 




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.