Jamawat News Bulletin - લોકસભા ચૂંટણીને લઈ Chaitar Vasavaનો હુંકાર, Farmer Protestના સમર્થનમાં પંજાબમાં ખેડૂતોએ કર્યું રેલ રોકો આંદોલન...


  • Published By :
  • Published Date : 2024-02-15 17:01:33

રાજ્ય સભા માટે ગુજરાતના ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. ગઈકાલે ભાજપ દ્વારા રાજ્ય સભા માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી જે મુજબ ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા તેમજ જશવંતસિંહ પરમારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ચારેય ઉમેદવારોએ આજે ચૂંટણી ફોર્મ ભર્યું હતું. ગુજરાત આવેલા જે.પી.નડ્ડાનું સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલે કર્યું હતું. મોટી સંખ્યામાં સમર્થકો પણ ત્યાં ઉપસ્થિત હતા. જે. પી. નડ્ડાએ કહ્યું કે ગુજરાતથી રાજ્ય સભાના ઉમેદવાર બનવાની તક મળી તે તેમના માટે ગૌરવની વાત છે. મહત્વનું છે કે ગુજરાતના ચાર રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.

    


ચૈતર વસાવાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર     

લોકસભા ચૂંટણીને લઈ દરેક પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને ઉતારવાના છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. જ્યારે ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ ત્યારે તે જેલમાં હતા. પરંતુ  તે પોતાના સમર્થકોને પ્રચાર કરવા માટે કહી રહ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ જાણે પ્રચારની કમાન સંભાળી લીધી હોય તેવું લાગે છે. લોકોની વચ્ચે ચૈતર વસાવા જઈ રહ્યા છે. ત્યારે જનસભાને ચૈતર વસાવાએ સંબોધી હતી અને તેમાં ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. 


હિટ એન્ડ રનની ઘટનામાં થયા ત્રણ લોકોના મોત 

રાજ્યમાં ફરીથી એક હિટ એન્ડ રનની ઘટના બની છે. પદયાત્રા કરી રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે અને જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બહુચરાજીના અંબાળા ગામથી પગપાળા સંઘ વરાણા જઈ રહ્યો હતો જેમાં 40 લોકો હતા. ત્યારે ચાણસ્મા હાઈવે દાંતરવાડા પાસે યાત્રિકો પર ટ્રક ફરી વળ્યો અને લોકોને પોતાની નીચે કચડીને નીકળી ગયો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને એવી માહિતી સામે આવી છે કે ઘાયલ લોકોમાંથી અનેક લોકોની હાલત ગંભીર છે. અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ફરાર છે. મહત્વનું છે કે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. 


ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક  

સુપ્રીમ કોર્ટે ઈલેક્શન બોન્ડને ગેરબંધારણીય જાહેર કરી રદ્દ કર્યા છે. આ કેન્દ્રની મોદી સરકાર માટે મોટો ઝટકો છે. વર્ષ 2018માં નરેન્દ્ર મોદી સરકારે આ યોજના શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટએ એસબીઆઈને વર્ષ 2019થી આ અંગે જાણકારી આપવાનું કહ્યું છે. તે ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પણ રાજકીય પાર્ટીઓને મળેલા તમામ ફંડને જાહેર કરવાનું પણ કહ્યું છે. બિઝનેશ હાઉસથી લઈને અન્ય લોકો પણ પાર્ટીઓને ફંડ આપે છે. આવો જાણીએ કે વર્ષ 2022-23માં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું હતું. વર્ષ 2017માં આ સ્કીમને લાવવામાં આવી હતી.  ચૂંટણી બોન્ડને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન ગણાવતાં સુપ્રીમકોર્ટે એસબીઆઇને પણ આદેશ આપ્યો હતો કે તે આગામી ત્રણ અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમમ જાણકારી જાહેર કરે. તેના માટે 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

પંજાબમાં ખેડૂતોએ કર્યું રેલ રોકો આંદોલન!

જગતના તાતે ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. પોતાની 12 માગો સાથે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરક્ષાબળોનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. ખેડૂતોને રોકવા માટે બેરિકેટ, મોટા મોટા ખિલ્લાઓ મૂકી દેવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે સાંજના સમયે ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે બેઠક થવાની છે. આ બેઠકમાં ત્રણ મંત્રીઓ સામેલ થશે તેવી માહિતી સામે આવી છે. આવતી કાલે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. પંજાબમાં ખેડૂતોએ આજે રેલ રોકો આંદોલન કર્યું હતું, રેલવે ટ્રેક પર અનેક ખેડૂતો બેસી ગયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.    




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .