Jamawat News Bulletin : Ram Mandirમાં ભક્તોએ કર્યું કરોડોનું દાન, Gujaratમાં આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું....


  • Published By :
  • Published Date : 2024-01-25 10:52:49

બોક્સિંગમાંથી ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે સન્યાસ લેવાની જાહેરાત કરી છે તેવી માહિતી સામે આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ઉંમરને કારણે તેમણે સન્યાસ લીધો છે. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે તે સન્યાસ નથી લેવાના. માહિતી પ્રમાણે ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એટલે કે IBA પુરૂષ અને મહિલા બોક્સરોને 40 વર્ષની ઉંમર સુધી જ રમતમાં ભાગ લેવાની પરવાનગી આપે છે. અને મેરી કોમની ઉંમર 40 ઉપરની છે જેને કારણે તેમને સન્યાસ લેવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે. એક ઈવેન્ટમાં તેમણે આ અંગેની વાત કરતા જણાવ્યું હતું કે તેમની ઉંમરને કારણે તેમને પરવાનગી આપવામાં આવી રહી નથી. મહત્વનું છે કે મેરી કોમ છ વખતની વર્લ્ડ ચેમ્પિયન છે.2012ની ઓલિમ્પિક ગેમ્સમાં પણ મેડલ જીત્યો છે.


અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આપી શકે છે પદ પરથી રાજીનામું

લોકસભા ચૂંટણી અંગેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. રાજકીય પાર્ટી દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આજે પણ વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. નામ અંગેની ચર્ચા કરીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાની અટકળો ચાલી. તો બીજી તરફ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને લઈ ચર્ચાઓ તેજ બની. તે ઉપરાંત કોંગ્રેસના જ બીજા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ધર્મેન્દ્રસિંહ અધ્યક્ષને આજે રાજીનામું સોંપશે.    


કરોડો રૂપિયાનું ભક્તોએ કર્યું દાન

22 જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. અનેક દાયકા બાદ આ ક્ષણ આવી હતી જ્યારે મંદિરમાં ભગવાન રામની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી હતી. સામાન્ય લોકો માટે મંદિરના દ્વાર 23 જાન્યુઆરીથી ખોલવામાં આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની પડાપડી જોવા મળી હતી. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અયોધ્યા આવી પહોંચ્યા હતા પ્રથમ દિવસે ચારથી પાંચ લાખ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો અને બીજા દિવસે પણ ભક્તોનો માનવમહેરામણ અયોધ્યમાં જોવા મળ્યો હતો. ભક્તોએ મંદિરમાં દિલ ખોલીને દાન કર્યું હતું. મળતી માહિતી અનુસાર પ્રથમ દિવસે 3.17 કરોડ રૂપિયાનું દાન મંદિરમાં કરવામાં આવ્યું હતું. 7.5 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. 

આપ અને ટીમએસીએ ચૂંટણી પહેલા કરી મહત્વની જાહેરાત

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી માટે આ ગઠબંધન કરવામાં આવ્યું હતું પરંતુ ચૂંટણી આવે તેની પહેલા જ જાણે ગઠબંધનમાં ડખા શરૂ થઈ ગયા છે. મમતા બેનર્જીએ એવી જાહેરાત કરી કે ટીએમસી પાર્ટી પશ્ચિમ બંગાળમાં એકલી ચૂંટણી લડશે. આની ચર્ચાઓ હજી પૂર્ણ નથી થઈ ત્યાં તો સમાચાર આવ્યા કે પંજાબમાં પણ આમ આદમી પાર્ટી એકલી ચૂંટણી લડશે.        


આવનાર દિવસોમાં ઘટી શકે છે ઠંડીનું જોર

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનું જોર વધી ગયું છે. ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે પરંતુ આવનાર દિવસોમાં ઠંડીનું જોર ઘટી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનમાં ઘટાડો નહીં પરંતુ વધારો થઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં  ઠંડીનું જોર ઘટી જશે તેવી માહિતી સામે આવી છે. જો નોંધાયેલા તાપમાન અંગેની વાત કરીએ તો નલિયામાં તાપમાન 9.5 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદમાં 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે અન્ય 8 શહેરોમાં તાપમાન 12 ડિગ્રીથી નીચું નોંધાયુ હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની વાત કરવામાં આવી છે. અનેક ભાગોમાં માવઠું આવી શકે છે. 




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.