Jamawat News Bulletin : જાણો Gujarat અને દેશના સમાચારો...


  • Published By :
  • Published Date : 2023-09-29 14:02:40

 ડ્રગ્સ તસ્કરો રેઢા બનેલા દરિયા કિનારાનો ઉપયોગ રાજ્ય અને દેશમાં ડ્રગ્સ ખુસાડવા માટે કરે છે. તેમાં પણ કચ્છના મુદ્રા, કંડલા અને ગાંધીધામના માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવવાના બનાવો બની રહ્યા છે. ગઈકાલે ગાંધીધામમાં ગુજરાત પોલીસ દ્વારા ડ્ર્ગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું છે.  આ મામલે અનેક શખ્સોની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે મુન્દ્રા, ગાંધીધામ, અમદાવાદ સહિત અનેક સ્થળોએ આ મામલે જવાબદાર લોકોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 



અંબાલાલ પટેલે કરી વરસાદને લઈ આગાહી 

ગુજરાતમાં ચોમાસા વિદાયની શરૂઆત થઈ ગઈ છે. થોડા સમયથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ વરસ્યો છે. આગામી દિવસોમાં ભારતના ઉત્તરપશ્ચિમ અને પશ્ચિમ મધ્યમાંથી ચોમાસુ વિદાય લેવા માટેની સ્થિતિઓ અનુકુળ છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 29 સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે પૂર્વ ભારતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે કે 30 સપ્ટેમ્બર બાદ ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે. ઓક્ટોબર મહિનામાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરવામાં આવી છે. 


અંબાજી મંદિરમાં ઉમટી શ્રદ્ધાળુઓની ભીડ

આજે ભાદરવી પૂનમ છે. શક્તિપીઠ અંબાજીમાં માનવ મહેરામણ ઉમટ્યો છે. પૂનમના દિવસે માતાજીના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો હોય છે. અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ભાદરવી પૂનમે યોજાતા લોકમેળામાં 40 લાખતી વધુ માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ચાચર ચોક જય અંબે, બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. દૂર દૂરથી માઈભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. ખુણે ખુણેથી ભક્તો આસ્થા, શ્રદ્ધા સાથે માતાજીના દ્વારે કોઈ ચાલીને તો દંડવત પ્રણામ કરીને માતાજીના દર્શન કરવા પહોંચે છે. શક્તિપીઠ અંબાજીનું મહત્વ શાસ્ત્રોમાં ખુબ છે. એવું કહેવાય છે કે માતા સતીનું હૃદય આ સ્થાન પર પડ્યું હતું. 


19 હજારથી વધારે લોકોએ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો જીવ 

કોરોના પછી હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ, યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. તો એની પહેલા આવા અનેક કિસ્સાઓ છે જેમાં તંદુરસ્ત દેખાતા લોકો અચાનક કાળનો કોળિયો બની રહ્યા છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જે અનુસાર માત્ર એક વર્ષની અંદર 19 હજારથી વધારે લોકોએ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતના જે આંકડાની વાત કરી તે 15 જિલ્લાઓનો જ છે. અમદાવાદમાં વર્ષ 2022-23માં 7200થી વધારે લોકોએ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. 


શ્રાદ્ધ પક્ષનો આજથી થયો પ્રારંભ

આજથી પિતૃ પક્ષનો પ્રારંભ થઈ ગયો છે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષનો વિશેષ મહિમા રહેલો છે. આ સમય દરમિયાન એટલે કે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો, પિતૃઓને યાદ કરવામાં આવે છે. પિતૃપક્ષનો સમય પિતૃઓના તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ માટે હોય છે. એવું માનવામાં આવે છે કે પીંડદાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. જો પિતૃઓ તૃપ્ત હોય તો  તેઓ પોતાના પરિવારજનોને સુખશાંતિના આશીર્વાદ આપે છે. આ વર્ષે 29 સપ્ટેમ્બર 2023એ પિતૃપક્ષ શરૂ થઈ જશે અને 14 ઓક્ટોબર 2023એ તે પૂર્ણ થશે. એવું માનવામાં આવે છે કે પિતૃદોષથી પણ મુક્તિ મળે છે. 


કર્ણાટક ભાજપના ધારાસભ્યે આપ્યું વિવાદિત નિવેદન 

પોતાના સંબોધન દરમિયાન નેતાઓ એવા નિવેદનો આપતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે કર્ણાટકના ભાજપના ધારાસભ્ય અને રેલ્વે અને ટેક્સટાઈલના પૂર્વ રાજ્ય મંત્રી Basangouda patil yatnalના નિવેદન બાદ કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ નહીં પરંતુ સુભાષચંદ્ર બોઝ હતા. તેમના ડરને કારણે ભારતને આઝાદી મળી છે. તેમણે જન સભાને સંબોધતા આ વિવાદીત નિવેદન આપ્યું છે.  





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી