Jamawat News Bulletin : વાંચો Gujarat, દેશ અને દુનિયાના સમાચારો....


  • Published By :
  • Published Date : 2023-09-28 10:07:48

ગુજરાતમાંથી વરસાદ ટૂંક સમયમાં વિદાય લેવાનો છે. વિદાય લેતા પહેલા રાજ્યના થોડા વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. રાજ્યમાં હાલ કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી જેને કારણે વરસાદ આવે. 28મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 29મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. 30મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. 


મૂર્તિ વિસર્જનને લઈ તંત્ર દ્વારા કરવામાં આવી વિશેષ વ્યવસ્થા 

ગણપતિ વિસર્જન આજે કરવામાં આવશે. બાપ્પાને વિદાય આપતી વખતે અનેક ભક્તોની આંખોમાં આંસુ આવી જતા હોય છે. વિસર્જનને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગણેશ મૂર્તિ વિસર્જન માટે અમદાવાદમાં 55 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. કોઈ દુર્ઘટના સર્જાય તો તેને પહોંચી વળવા માટે ફાયર સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે ઉપરાંત પોલીસ દ્વારા પણ ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે. ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખી અનેક અમદાવાદના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 


ગુજરાતને પીએમ મોદીએ આપી 5206 કરોડની વિકાસના કાર્યોની ભેટ 

ગુજરાતના પ્રવાસે પીએમ મોદી બે દિવસ માટે આવ્યા હતા. ગુજરાતની મુલાકાતે આવેલા પીએમે ગુજરાતને કરોડોની ભેટ આપી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી વડાપ્રધાન મોદીએ 4505 કરોડના કામો સહિત કુલ 5206 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. 55 હજારથી વધુની જનમેદનીને સંબોધિત કરતા કહ્યું હતું કે છોટાઉદેપુરની સ્થિતિ-પરિસ્થિતિને મેં ખૂબ નજીકથી જોઈ છે.  વડાપ્રધાને કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કર્યો હતો. પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશની માતાઓ, બહેનો અને દીકરીઓના નામે મિલકત હોય એવી ભાવના સાથે કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજનામાં મહિલાઓના નામે ઘર આપવાની જોગવાઈ કરી છે. જેના કારણે આજે દેશની લાખો મહિલાઓ 'લખપતિ દીદી' બની ગઈ છે.


પાંચ દિવસમાં 30 લાખથી વધારે દર્શનાર્થીઓએ લીધી અંબાજીની મૂલાકાત

આવતી કાલે ભાદરવી પૂનમ છે. ભાદરવી પૂનમના મેળાને લઈ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકમેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટતી હોય છે. પાંચ દિવસમાં 30.50 લાખ ભક્તોએ શક્તિપીઠ અંબાજીની મુલાકાત લીધી છે. 23મીથી શરૂ થયેલા લોકમેળામાં સૌથી વધારે ભાડે ભીડ પાંચમા દિવસે જોવા મળી હતી. ભાદરવી પૂનમ સુધી 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓ આ વખતે દર્શન કરવા માટે આવ્યા છે. ભાદરવી પૂનમને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 



મણિપુર રાજ્યને અશાંત રાજ્ય જાહેર કરાયું 

મણિપુરમાં પરિસ્થિતિ પ્રતિદિન વણસી રહી છે. મહિનાઓ પહેલા ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. બે વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તે બાદ મણિપુર ફરી સળગી ઉઠ્યું હતું. ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મણિપુરમાં સ્થિતિ બેકાબુ બની રહી છે. સમગ્ર રાજ્યને અશાંત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. એક આંકડો સામે આવ્યો હતો કે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 180ને પાર પહોંચી ગયો છે, પોલીસ તાલિમ કેન્દ્રમાંથી પાંચ હજાર જેટલા હથિયારો ગુમ છે. 


મેનકા ગાંધીનો વીડિયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર બીજેપી નેતા અને પૂર્વ સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો દ્વારા એ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તે ઈસ્કોનના ગૌશાળાને લઈ વાત કરી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે ઈસ્કોનની ગૌશાળાઓમાં માત્ર દૂધ આપવા વાળી ગાયો રાખવામાં આવે છે. જ્યારે હું અનંતપુર ગૌશાળામાં ગઈ ત્યારે એક ગૌશાળામાં તે ગયા હતા ત્યાં તેમને કોઈ કમજોર ગાય દેખાઈ ન હતી. ન તો કોઈ વાછરડું દેખાયું હતું. તેનો અર્થ એ થાય કે તમામને વેચી દેવાઈ છે.આ વીડિયો વાયરલ થયા બાદ આ અંગે તપાસ થવી જોઈએ તેવી માગ થઈ રહી છે. 


રોકેટ લોન્ચર ફાટવાને કારણે થયા 9 લોકોના મોત 

પાકિસ્તાનના સિધ પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. રોકેટ લોન્ચરનો ગોળો ફાટવાને કારણે 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. એક જ પરિવારના પાંચ બાળકો, બે મહિલાઓ તેમજ બે પૂરૂષો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મેદાનમાં રોકેટ લોન્ચર મળી આવ્યું હતું જેને બાળકો ઘરે લઈ આવ્યા હતા. જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. બાળકો રોકેટ લોન્ચર સાથે રમી રહ્યા હતા. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.