Jamawat News Bulletin - સરકારી ચોપડે રાજ્યમાં નોંધાયા આટલા બેરોજગારો, ખેડૂતો આજે ફરીથી કરશે દિલ્હી તરફ કૂચ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-14 09:17:50

એક તરફ યુવાનોને રોજગારી મળી રહી છે તેવી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ વાસ્તવિક્તામાં અનેક યુવાનો બેરોજગાર છે. આપણા ઓળખીતાઓમાં પણ એવા હશે જેમને નોકરી નહીં મળી હોય! અનેક યુવાનો શિક્ષિત બેરોજગાર છે. ત્યારે રાજ્યમાં કેટલા લોકો બેરોજગાર છે તેનો આંકડો વિધાનસભામાં પેશ કરાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશ તેમજ રાજ્યમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલા શિક્ષિત બેરોજગારીઓની વાત કરીએ તો તે આંકડો છે 2 લાખ 38 હજાર 978... 10,757 અર્ધ શિક્ષિત બેરોજગાર સરકારી ચોપડે નોંધાયા છે. મહત્વનું છે કે સરકારી ચોપડે બેરોજગારી ઘટી છે તેવા દાવા કરવામાં આવ્યા છે. વિધાનસભામાં જણાવામાં આવેલા આંકડા અનુસાર કેન્દ્રનો બેરોજગારી દર 4.3 ટકાથી ઘટીને 3.7 ટકા થયો છે જ્યારે રાજ્યમાં બેરોજગારીનો દર 2.2 ટકાથી ઘટીને 1.7 ટકા થયો છે...


ઉમેશ મકવાણા બન્યા ભાવગર લોકસભા સીટના દાવેદાર!

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાવનગર લોકસભા બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. તે વખતે ચૈતર વસાવાના નામની જાહેરાત ભરૂચ લોકસભા સીટ માટે કરવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. બોટાદના ધારાસભ્યને ભાવનગર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાન માટે ઉતાર્યા છે.    


ખેડૂતો આજે ફરીથી દિલ્હી તરફ કરશે કૂચ  

છેલ્લા કેટલાય દિવસોથી જગતના તાત પોતાની માગને લઈ પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે. દિલ્હીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાયું છે. બોર્ડરો સિલ કરી દેવામાં આવી છે. ગઈકાલે હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. બોર્ડર પર મોટા મોટા ખીલ્લાઓ મૂકવામાં આવ્યા છે. સિમેન્ટના બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે. ખેડૂતોએ બેરિકેટ તોડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા જેને કારણે અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આજે પણ ઘર્ષણના કિસ્સાઓ બની શકે છે તેવી શક્યતાઓ છે. આંદોલનને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. 


સોનિયા ગાંધી આજે નોંધાવી શકે છે ઉમેદવારી 

કોંગ્રેસના અગ્રણી નેતાઓએ લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણી અને રાજ્યસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર સોમવારે ચર્ચા કરી હતી. સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને ખજાનચી અજય માકનનું નામ સૌથી ટોચ પર છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે રાજસ્થાન કે હિમાચલ પ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે. સંખ્યાની દ્રષ્ટીએ બંને રાજ્યોમાંથી કોંગ્રેસને રાજ્ય સભાની એક-એક સીટ મળશે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.


પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019એ થયો હતો આતંકી હુમલો 

14 ફેબ્રુઆરીના દિવસે અનેક લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. પ્રેમનો દિવસ 14 ફેબ્રુઆરીને માનવામાં આવે છે. પરંતુ ભારત દેશના સેનાના જવાન માટે તેમજ ભારત દેશ માટે વર્ષ 2019ની 14 ફેબ્રુઆરી કાળો દિવસ સાબિત થયો હતો. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાં આંતકી હુમલો થયો હતો. આતંકી હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થયો હતો અને ભારત દેશે આ દિવસે પોતાના 40 વીર સંતાનોને ગુમાવ્યા હતા. ત્યારે દેશ માટે પોતાના પ્રાણ આપનાર દેશના વીર જવાનોને યાદ કરીએ...   લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.