Jamawat Weather Analysis : Gujaratમાં ક્યાં જામશે વરસાદી માહોલ? હવામાન વિભાગે અને Ambalal Patelએ વરસાદને લઈ કરી આ આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-05 09:46:03

ઘણા સમયથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનો કોરો કટ વિત્યો ત્યારે સપ્ટેમ્બરમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સારો વરસાદ થશે તેવી આશા રાખી વાવણી તો કરી દીધી પરંતુ તે બાદ વરસાદે ખેડૂતો સાથે સંતાકુકડી રમી હોય તેવું લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ના બરાબર વરસ્યો હતો. અનેક વર્ષોનો રેકોર્ડ વરસાદે તોડી દીધો હતો. ત્યારે સારા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. આવનાર થોડા દિવસોમાં વરસાદની મહેર જોવા મળી શકે છે.  

વધારે વરસાદ પણ ખેડૂતોને રડાવે અને ઓછો વરસાદ પણ...!  

ચોમાસાની શરૂઆતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ આપણને જોવા મળી. થોડા દિવસોની અંદર જ સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો હતો. સારો વરસાદ થતાં જગતનો તાત આનંદિત હતો, પરંતુ ઓગસ્ટ મહિનો આવતા સુધીમાં તો વરસાદે વિરામ લઈ લીધો હતો. ઓગસ્ટ મહિનામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો ન હતો. વધારે વરસાદે પણ ખેડૂતોને રડાવ્યા અને વરસાદ ન થવાને પણ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એક સમય ખેડૂતો કહેતા હતા કે ખમૈયા કરો મેઘરાજા, હવે ખેડૂતો કહી રહ્યા છે પધરામણી કરો મેઘરાજા. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી પાંચ દિવસ વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 7થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને અનેક જગ્યાઓ પર મેઘમહેર જોવા મળશે. 


આગામી સપ્તાહમાં આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તો એવી આગાહી કરવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ આવશે. અંબાલાલ કાકાની આગાહી સાંભળી ધરતીપુત્રો ઘેલા બની ગયા હતા. ત્યારે ખેડૂતોને આનંદ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં સારા એવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ , દાદરાનગર, છોટાઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઈ શકે છે.  


ગુજરાતના અનેક ભાગોમાં વરસી શકે છે વરસાદ 

તે ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવનાઓ છે જેને લઈ આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવનાર દિવસોમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવો વરસાદ પણ વરસી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ પાંચ દિવસ ત્યાંનું વાતાવરણ સૂકું રહેશે. તે સિવાય પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસે તેવી ખેડૂતો રાખી રહ્યા છે આશા 

મહત્વનું છે કે વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. તેમનો પાક નિષ્ફળ જશે તેવો ડર તેમને સતાવી રહ્યો હતો. એક તરફ ખેડૂતોને પાકના પોષણ સમા ભાવ નથી મળતા જેને કારણે ખેડૂતો ચિંતિત હોય છે તો બીજી તરફ વરસાદ ન થવાને કારણે પણ જગતનો તાત ચિંતિત બન્યો છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સારો થાય તેવી આશા ખેડૂતો કરી રહ્યા છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે