જમ્મુ-કાશ્મીર: સેનાના કાફલા પર આતંકવાદી હુમલો, 3 જવાન શહીદ, ત્રણ ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ


  • Published By :
  • Published Date : 2023-12-21 19:53:58

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં  ગુરુવારે (21 ડિસેમ્બર) આતંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલો પૂંચના સુરનકોટ તહસીલના ડેરા કી ગલી (DKG) જંગલ વિસ્તારમાં બની છે. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. ઘાયલ સેનાના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો કરનાર આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સેનાએ કહ્યું છે કે ગઈકાલે બુધવારે રાત્રે પુંછના સુરનકોટ અને બાફલિયાઝના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ગુરુવારે પણ એન્કાઉન્ટર ચાલુ છે. આતંકવાદીઓને ઘેરવા માટે વધારાના દળો સ્થળ પર મોકલવામાં આવ્યા છે.


આ વર્ષે 25 સુરક્ષાકર્મીઓ થયા શહીદ


ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની બે અલગ-અલગ અથડામણમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરકારી આંકડાઓ અનુસાર, આ વર્ષે 30 નવેમ્બર સુધી જમ્મુ-કાશ્મીરમાં 25 સુરક્ષાકર્મીઓ જ્યારે 2018માં 91 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે