ગુલામ નબી આઝાદના સમર્થનમાં કાશ્મીરમાં કોંગ્રેસના 65 નેતાઓના રાજીનામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 19:33:17

કોંગ્રેસ છોડનારા ગુલામ નબી આઝાદ પાર્ટીને સતત ઝટકા આપી રહ્યા છે. આઝાદના સમર્થનમાં મંગળવારે જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાંથી 65 નેતાઓએ રાજીનામા આપ્યા છે. આ નેતાઓમાં પૂર્વ ડેપ્યુટી સીએમ  તારા ચંદનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત પુર્વ મંત્રી અબ્દુલ માજીદ વાની, મનોહર લાલ શર્મા, ગારૂ રામ અને બલવાન સિંહે પણ રાજીનામું આપ્યું હતુ. રાજીનામાં બાદ મિડીયા સાથે વાત કરતા બલવાન સિંહે કહ્યું કે આજે અમે પાર્ટી છોડી દીધી છે અને અમે ગુલામ નબી આઝાદના સમર્થનમાં આ નિર્ણય લીધો છે. 



આ નેતાઓએ સંયુક્તપણે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કોંગ્રેસ પર સતત અવહેલના અને અપમાનજનક વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારા ચંદે કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈનું સાંભળતી નથી. જે પ્રોજેક્ટ લોકો સુધી પહોંચવાનો હતો તે પાર્ટી કરી શકી નથી. આઝાદના સમર્થનમાં રાજીનામુ આપી ચુકેલા કોંગ્રેસના બળવાખોર નેતાઓએ જમ્મુ-કશ્મીરના ઉત્તમ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 


આ પહેલા જમ્મુ કાશ્મીર વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ ગુલામ હૈદર મલિક સહિત કોંગ્રેસના 4 નેતાઓ તેમજ પાર્ટીના 12 પ્રમુખ કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસનો સાથ છોડવાનું એલાન કરી દીધું છે. આ તમામ લોકોના રાજીનામાથી એક વાત સામે આવી છે કે,મોટાભાગના નેતાઓ ગુલામ નબીના સમર્થનમાં છે.જે ખુદ પોતાની પાર્ટી બનાવવાનું એલાન કરી ચૂક્યા છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે