Jammu-Kashmir: ડોડામાં દર્દનાક દુર્ઘટના, બસ 300 ફિટ ખીણમાં ખાબકી, 36 લોકોના મોત, 19 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-15 15:33:50

જમ્મુ-કાશ્મીરમાં એક ભયાનક અકસ્માતમાં 36 લોકોના મોત થતા અરેરાટી મચી ગઈ છે. ડોડા જિલ્લાના કિસ્તવાડમાં બુધવારે બપોરે બગ્ગર વિસ્તારના ત્રાંગલમાં એક બસ 300 ફિટ ઉંટી ખીણમાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં 19 ઘાયલ થયા છે, પેસેન્જર બસ કિસ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. 


બસ પરનો કાબુ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના


આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘાયલોને સારવાર માટે ડોડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘાયલો પૈકી કેટલાકની હાલત ગંભીર છે, આ અકસ્માત બાદ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ડ્રાઈવરે  બસ પરનો કાબુ ગુમાવી  દેતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે. બસમાં 56 લોકો મુસાફરી કરી રહ્યા હતા.



આ હ્રદયદ્રાવક અકસ્માત બાદ દરેક મૃતકોના પરિવારજનોને રૂ. 2-2 લાખની સહાય અને ઘાયલોને રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. દુર્ઘટના અંગે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું છે.  


 કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યું ટ્વીટ

 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કમનસીબે 5 લોકોના મોત થયા છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અને જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. વધુ ઘાયલોને ટ્રાન્સફર કરવા માટે હેલિકોપ્ટર સેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જરૂરીયાત મુજબ તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હું સતત સંપર્કમાં છું.”



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે