જો તમે પણ બહારનું ખાવાનું વિચારતા હોવ તો પહેલા આ વાંચી લેજો, Jamnagarના US Pizzaના આઉટલેટના પિઝામાંથી નીકળ્યો વંદો,


  • Published By :
  • Published Date : 2023-09-30 15:30:11

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અવાર-નવાર બહારનું ખાતા હશે. કોઈ વખત પિઝા તો કોઈ વખત બર્ગર, આઈસ્ક્રીમ અથવા તો પાણીપુરી ખાવાનો શોખ આપણામાંથી અનેક લોકોને હશે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે આ બધી વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે. ત્યારે આપણે એ વાત નથી માનતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી વંદા નિકળી રહ્યા છે. જામનગરના us pizza ના પિઝામાંથી વાંદો નિકડવાની ઘટના સામે આવી છે પંચવટી રોડ પાસે આવેલ યુ.એસ.પિઝાની બ્રાન્ચમાંથી ગ્રાહકે જ્યારે પિઝા ઓર્ડર કયા ત્યારે તેમથી વંદો નિકળ્યો!

 

 જોકે, આવી ફરિયાદ બાદ યુએસ પિઝાના દુકાનદારે માફી માંગી હતી. જોકે, ગ્રાહક પી. પી. ગોસ્વામી આજે ફૂડ વિભાગમાં ફરિયાદ કરવાના છે.

આઈસ્ક્રીમમાંથી નિકળ્યો હતો વંદો 

બહારનું કંઈ ખાવું હોય ત્યારે આપણે કોઈ Standard જગ્યા પર જઈએ છીએ. એવું માનીને કે ત્યાંની વસ્તુઓ સારી આવતી હશે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે વીડિયો, જે સમાચારો સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. કોઈ વખત ખાવાની વસ્તુમાં મચ્છર નીકળે છે તો કોઈ વખત ખાવાની વસ્તુમાંથી વંદો નીકળે છે. જી હાં, થોડા સમય પહેલા ચાશવાલાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં આઈસ્ક્રીમમાંથી વંદો નીકળ્યો હતો ત્યારે હવે પિઝામાંથી વંદો નિકળ્યો છે.

  

 જામનગરનો પરિવાર યુએસ પિઝાના આઉટલેટમાં પિઝા ખાવા માટે ગયા હતા. જ્યાંથી પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે

 જામનગર: છેલ્લા ઘણાં સમયથી રાજ્યના વિવિધ શહેરોની મોટી મોટી બ્રાંડની ખાવાની દુકાનોમાંથી જીવડાં નીકળવાની વાતો બહાર આવી રહી છે. ત્યારે જામનગરમાંથી આજે ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરનો એક્સ આર્મી મેનનો પરિવાર યુએસ પિઝા ઝોનમાં પિઝા ખાવા ગયા હતા. જ્યાંથી પિઝામાંથી જીવાત-વંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે. નોંધનીય છે કે, શુક્રવારે જામનગરના છાશવાલાના આઇસ્ક્રીમમાંથી પણ જીવાત નીકળી હતી.

યુએસ પીઝાના પીઝામાંથી નીકળ્યો વંદો  

જામનગરના us pizza ના પિઝામાંથી વાંદો નિકડવાની ઘટના સામે આવી છે પંચવટી રોડ પાસે આવેલ યુ.એસ.પિઝાની બ્રાન્ચમાંથી ગ્રાહકે જ્યારે પિઝા ઓર્ડર કર્યો ત્યારે તેમથી વંદો નિકળ્યો!  JMC ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે જ્યારે ચોંકાવનારી વાત એ છે કે ગઈકાલે જામનગરમાં છાશવાલા શોપની આઇસક્રીમમાંથી વંદો નીકળ્યાનું સામે આવ્યું  હતું. એક ગ્રાહકે છાશવાલા શોપથી આઈસ્ક્રીમ લીધા બાદ તેમાં જીવાત જેવુ દેખાતા તાત્કાલિક તેમણે છાશવાલાના કસ્ટમર કેર નંબર પર વાત કરી હતી. જોકે કસ્ટમર કેર દ્વારા ગ્રાહકને અભદ્ર ભાષામાં જવાબ અપાયો હોય તેવા આક્ષેપો થયા છે. 


અમદાવાદમાં પણ બની ચૂક્યો છે આવો કિસ્સો

આ તરફ ઘટનાને લઈ જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ પર પહોંચી ચેકિંગ હાથ ધરી હતી. તે દરમિયાન ફ્રિજમાંથી પણ વંદા મળી આવ્યા હતા. થોડા દિવસ પેહલા પણ આવો જ એક કિસ્સો અમદાવાદના બોપલમાં પણ બન્યો હતો. અને અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે આવેલા લાપીનોઝ પીઝા સેન્ટરમાંથી કસ્ટમરે પીઝા મંગાવ્યા હતા.પીઝામાંથી વંદો નિકડવાનો કિસ્સો સામે આવ્યો હતો. 


આરોગ્ય વિભાગની ટીમની કામગીરી પર પણ ઉઠે છે અનેક પ્રશ્નો 

જો તમે બ્રાન્ડેડ પીઝા ખાવા માટે જાઓ છો તો બે વખત તપાસ કરી લેજો કારણકે હવે આવા બ્રાન્ડેડ પીઝામાં પણ જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હોટલ અને રેસ્ટોરેન્ટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થી રહ્યા છે. અનેક  હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાવામાં જીવાત વગેરે વસ્તુ પડી જતી હોય છે. આ બધુ થયા પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી પર  પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 


જો તમે પણ બહારનું ખાવ છો તો ચેતી જજો...

છેલ્લા એક મહિનામાં આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પીઝા સેન્ટરોના પીઝામાંથી જીવજંતુઓ નીકળતા હોવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આવા પીત્ઝા સેન્ટરોના આઉટલેટ સામે કડક કાર્યવાહી અને ચેકિંગ હાથ ધરવું જોઈએ પરંતુ તેવી નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તમે પણ બહારનું ખાવાનું વિચારી રહ્યા છો તો ચેતી જજો...    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.