જામનગર કલેકટર અને કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમાર વચ્ચે શાબ્દિક ટપાટપી, વીડિયો વાયરલ, શું છે સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-31 14:22:22

દેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને ભારત સરકારની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બીબેક ડેબોરોયએ ભારતના બંધારણ અંગે કરેલી એક ટિપ્પણીએ સમગ્ર દેશમાં ભારે વિવાદ જગાવ્યો છે. આ મામલે આજે આવેદન આપવા ગયેલા કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમાર અને જામનગરના જિલ્લા કલેકટર અને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ હતી. જામનગર જિલ્લા કલેકટરની ચેમ્બરમાં સંવિધાનના મુદ્દે આવેદન પાઠવવા ગયેલા પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમારે ઉગ્ર થઈને રજુઆત કરતા મામલો ગરમાયો હતો. કોંગ્રેસના પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર તેમના સમર્થકો સાથે બીબેક ડેબોરોય સામે દેશદ્રોહ તથા સંવિધાન વિરોધી ટીપ્પણી કરવા અંગે કાયદેસર કાર્યવાહી કરવા અને સંવિધાનનું રક્ષણ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગરમા જિલ્લા કલેકટર ને પાઠવાયું હતું. આ સમયે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીને કલેકટર સાથે જીભાજોડી થઈ હતી. એક તબક્કે તો ડો. દિનેશ પરમારે જો સ્થિતિ બગડે તો કહેતા નહીં તેવી ગર્ભિત ચીમકી પણ આપી હતી. 


શું કહ્યું ડો.દિનેશ પરમારે?


જામનગર જિલ્લા કલેકટરની ચેમ્બરમાં સંવિધાનના મુદ્દે આવેદન પાઠવવા ગયેલા પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર અને તેમના સમર્થકોને કલેકટર બિજલ શાહે ડિસીપ્લીન અને ડેકોરમ જાળવવા સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરતા મામલો બિચક્યો હતો. કલેક્ટરની ગેરવર્તણૂક જોઈ ગુસ્સે થયેલા ડો. દિનેશભાઈ પરમારે ખૂબ જ આક્રમક અને ઉગ્ર રજુઆતો કરી હતી અને કલેકટરને જણાવી દીધું હતું કે આપ આવેદનપત્ર સ્વીકારવામાં કોઈ મહેરબાની કરતા નથી. એ તમારી ફરજ છે, આ ચેમ્બર પણ પ્રજાની છે. કલેકટરની પર્સનલ નથી. જો આવેદન નહીં સ્વીકારોતો સ્થિતિ બગડશે તેની જવાબદારી મારી રહેશે નહીં. અંતે મામલો થાળે પડતા કલેકટરે આવેદનપત્ર સ્વીકારી લીધું હતું.


સમગ્ર મામલો શું છે?


ભારત સરકારના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બીબેક ડેબોરોયએ દેશના એક જાણીતા અખબારમાં બંધારણની વિરૃદ્ધમાં એક લેખ લખ્યો હતો કે, જેમાં તેમણે દેશમાં નવા સંવિધાનની જરૂરીયા હોવા ભાર મુક્યો હતો અને 2047 સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ ઉપરાંત વધુમાં તેઓએ એમ પણ કહ્યું છે કે ભારતનું બંધારણએ કોલોનીયલ લેગેસી છે. જે અંગ્રેજો દ્વારા 1935માં બનાવાયું હતું તેનું જ એક રૂપ છે. પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર અને તેમના સમર્થકોને જામનગર જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદન પત્રમાં  સંવિધાન વિરૃદ્ધ પ્રવૃત્તિ કરનાર સંગઠનો, રાજકીય પાર્ટીઓ, નેતાઓ, વ્યક્તિઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ તેવી માગ કરી હતી. આ આવેદનપત્રમાં એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે, હાલ નું ભારતનું સંવિધાન વિશ્વમાં શ્રેષ્ઠ છે, જેના રચયિતા ડો. બાબા સાહેબ આંબેડકર છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે