Jamnagar : Heart Attackનો વધુ એક કિસ્સો સામે આવ્યો, મુંબઈમાં રહેતા કિશોરનું હૃદય હુમલાને કારણે થયું મોત!


  • Published By :
  • Published Date : 2023-10-10 16:02:54

સમાચારની પહેલી લાઈનમાં અમે અનેક વખત લખતા હોઈએ છીએ કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ સમાચાર પણ હાર્ટ એટેકના જ છે. પરંતુ આ વખતે યુવાનનું નહીં પરંતુ 13 વર્ષીય કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જામનગરમાં રહેતો અને મુંબઈમાં અભ્યાસ કરતા કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. એવી માહિતી સામે આવી છે કે મુંબઈ ખાતે ઓમ ગઢેયા રહેતો હતો અને યોગાભ્યાસ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે  મૃત્યુ પામ્યો.  


13 વર્ષીય ઓમનું હાર્ટ એટેકને કારણે થયું મોત  

કોરોના બાદ હાર્ટ એટેકને કારણે મોત થયા હોવાના અનેક સમાચારો આપણી સામે આવતા હોય છે. થોડા દિવસોમાં જ આવા અનેક કિસ્સાઓ હતા જેમાં નાની ઉંમરે યુવાનો મોતને વ્હાલા થઈ રહ્યા છે. જામનગરથી પણ એક કિસ્સો સામે આવ્યો હતો, તે બાદ સુરતથી કિસ્સો સામે આવ્યો હતો. તે બાદ તો અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ગઈકાલે પણ 3 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. યુવાનોમાં વધતા હાર્ટ એટેક ચિંતાનો વિષય છે. ત્યારે આજે 13 વર્ષીય ઓમનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. 


બાળકના મોતથી પરિવાર શોકમગ્ન 

આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, જામનગરના 13 વર્ષનો કિશોર ઓમ ગઢેચા મુંબઇમાં અભ્યાસ કરતો હતો. જ્યાં તે યોગનો અભ્યાસ કરી રહ્યો હતો. યોગની પ્રેક્ટિસ દરમિયાન તેની તબિયત અચાનક બગડવા લાગી. અને અંતે તેનું કરૂણ મોત નીપજ્યુ છે. બાળકની આવી ચીર વિદાયથી પરિવાર શોકમાં છે. મહત્વનું છે કે ગઈકાલે જ એક યુવાન નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે તે અચાનક ઢળી પડ્યો, તો બીજા કિસ્સામાં ડ્રાઈવર પોતાની ફરજ દરમિયાન મોતને ભેટ્યા હતા. ત્યારે યુવાનોમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. 


 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે