Jamnagar: સભા પહેલા જામસાહેબને મળ્યા PM Modi, જનસભામાં સંબોધન કરતી વખતે ક્ષત્રિય સમાજનો કર્યો ઉલ્લેખ.. સાંભળો તેમના ભાષણને..


  • Published By :
  • Published Date : 2024-05-02 18:15:25

ગુજરાતમાં પીએમ મોદી છેલ્લા બે દિવસથી પ્રચાર કરી રહ્યા છે.. અનેક લોકસભા બેઠકો પર તેમણે જનસભાને સંબોધી.. આજે આણંદ, જૂનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરમાં તેમણે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.. જામનગરમાં પીએમ મોદીએ સભાને સંબોધી હતી તેની પર સૌ કોઈની નજર હતી કારણ કે છેલ્લા ઘણા સમયથી જામનગરથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવતા વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે.. ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજનો ઉલ્લેખ કર્યો હતો..

ગુજરાતમાં આજે ચાર જનસભાને સંબોધી પીએમ મોદીએ

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલ નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે સૌથી વધારે વિરોધના દ્રશ્યો જામનગરથી સામે આવ્યા છે.. ત્યારે પીએમ મોદી આજે જામનગર પહોંચ્યા હતા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે.. ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, અર્જુન મોઢવાડિયા સહિત અનેક નેતાઓ ત્યાં હાજર હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરી, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.. અનેક મુદ્દાઓને લઈ તેમણે કોંગ્રેસની વાત કરી હતી..


જામ સાહેબને મળવા પહોંચ્યા પીએમ મોદી 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વિવાદ વચ્ચે જામનગરના જામ સાહેબ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. બે પત્રો બહાર પાડવામાં આવ્યા હતા.. ત્યારે આજે જામનગરમાં પીએમ મોદી જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા પહોંચ્યા હતા.. જામ સાહેબે તેમને પાઘડી આપી હતી અને તે જામસાહેબ દ્વારા આપવામાં આવેલી પાઘડી પહેરી જનસભાને સંબોધી હતી.. જનસભા સંબોધતી વખતે તેમણે કહ્યું કે મારા માટે જામસાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે...  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે