Jamnagar : Poonamben Madamએ કરી ક્ષત્રિયો સાથે બેઠક, બેઠક બાદ પ્રતિક્રિયા આપતા પૂનમ માડમે શું કહ્યું? સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 16:49:31

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા છેલ્લા ઘણા દિવસથી ચર્ચાનો વિષય બન્યા છે. ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા તેમના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર કરાઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલો વિરોધ ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ ગયો અને ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો.. સૌથી વધારે વિરોધના દ્રશ્યો જામનગરથી સામે આવ્યા જ્યાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને વિરોધ નડ્યો છે. તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ધ્રોલના વાગુદળ ગામમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમે ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચો સાથે કલાકો સુધી બેઠક કરી હતી..

 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો  

ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓની સભામાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો...  જામનગરના લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવા દ્રશ્યો આપણી સામે છે. 



પૂનમબેન માડમની સભામાં યુવાનો ઘૂસી આવે છે  અને કરે છે વિરોધ  

વધતા વિરોધને જોતા પૂનમ માડમે ધ્રોલના વાગુદળ ગામના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચ સાથે બેઠક કરી હતી.. આ બેઠકમાં ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના 10 ગામોના ક્ષત્રિય સરપંચો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા..ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા અનેક વખત જામનગરમાં વિરોધ કરવામાં આવ્યો છે. પૂનમ માડમના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવતા અને ભાજપ હાય હાયના નારા લગાવતા..  અનેક વખત યુવાનોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થતું તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.. 


પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના લોકો સાથે સંવાદ કર્યો

અનેક કલાકો સુધી ચાલેલી બેઠક બાદ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમે પ્રતિક્રિયા આપી હતી.. પૂનમબેન માડમે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વાતો કરવામાં આવી.. સ્થાનિક મુદ્દાઓની ચર્ચા પણ થઈ હતી. ક્ષત્રિય સમાજના સદસ્ય તરીકે આ ભાઈઓને વિનંતી કરી કે આ ઈલેક્શન તો 7 તારીખ પછી પૂર્ણ થઈ જશે.. પણ આ 7 તારીખ સુધી કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ઉભો થાય તેવું તે નથી ઈચ્છતા... મહત્વનું છે કે પૂનમબેન માડમને અનેક વખત ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો છે.. રાત્રે સમાધાનના સમાચાર સામે આવ્યા પરંતુ સવાર પડતા પડતા સમાજમાં ફાંટા જોવા મળ્યા હતા.પૂનમબેન માડમ સાથે ક્ષત્રિય સમાજના સમાધાનને અમુક આગેવાનોએ ભાજપ પ્રેરિત ગણાવ્યું હતું.  મહત્વનું છે કે આજે પીએમ મોદી જામનગરમાં સભાને સંબોધવાના છે.    




ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..