Jamnagarના BJPના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડ્યો ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો! રેલીમાં ઘુસી કર્યા સૂત્રોચ્ચાર! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-25 15:52:54

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયેલો વિરોધ ધીરે ધીરે ભાજપનો વિરોધ બની રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, સી.આર.પાટીલ સહિતના નેતાઓને થયો છે ત્યારે આવા વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે...

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ભાજપના નેતાઓ, ઉમેદવારો પ્રચાર કરવા માટે નેતાઓ પહોંચી રહ્યા છે તો ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક સ્થળોથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે પરષોત્તમ રૂપાલા અને ભાજપ વિરૂદ્ધ.. સી.આર.પાટીલના કાર્યક્રમમાં વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો.તે સિવાય હાર્દિક પટેલને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે..  


પૂનમબેન માડમની રેલીમાં થયો વિરોધ!  

ત્યારે જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની રેલી જામજોધપુરમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વનું છે કે વિરોધ કરવા માટે તે લોકો પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ભાજપ હાય હાયના નારા અનેક જગ્યાઓ પર લાગી રહ્યા છે..  મહત્વનું છે કે એક તરફ લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે...  




મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો