Jamnagar : જામનગર એસપીની કડક કાર્યવાહી, જાતીય સતામણી મામલે PSI સહિતના પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 16:48:00

''રક્ષક જ ભક્ષક બને તે સ્થિતિ ખુબ ચિંતાજનક છે'' આ શબ્દો હતા ગુજરાત પોલીસ માટે ગુજરાતની હાઈકોર્ટના, આ વિધાન ફરી એક વાર સાચું સાબિત થયું છે. જામનગરમાં જોડિયા તાલુકામાં- જ્યાં એક નાગરિકની જાતીય સતામણીમાં પોલીસની ભૂંડી ભુમીકા બહાર આવી છે, જોડિયા પોલીસ સ્ટેશનના PSI અને રાઇટર સહિતના લોકો તેમાં સામેલ હતા જોકે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

આર.ડી. ગોહિલ, સસ્પેન્ડેડ પીએસઆઈ - Divya Bhaskar

PSI સહિતના પોલીસકર્મીઓ વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી  

જામનગરના જોડિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રવિરાજસિંહ ગોહિલ અને તેના રાઈટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે અન્ય ચાર પોલીસકર્મીઓની પોલીસ હેડકવાટર બદલી કરી દેવામાં આવ્યા-  જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ આ પાછળ  PSI સહિતનાએ જાતીય સતામણીમાં ભજવેલી ભૂમિકાને લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાનું કારણ જણાવ્યું છે .


જિલ્લા પોલીસવડાને કરવામાં આવી ફરિયાદ

જોડિયાના એક નાગરિકની ખોટી રીતે હેરાનગતી જાતીય સતામણી કરવામાં આવી હતી. PSI રવિરાજસિંહ ગોહિલે જાતીય સતામણી કરી જેતે ભોગગ્રસ્તને પરેશાન કર્યા હતા. જે બાબતની જીલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને જોડિયા પોલીસ દફતરમાં ફરજ બજાવતા PSI આરડી ગોહિલ અને તેના રાઈટર રવિ મઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જયારે જોડિયા ટાઉન પોલીસ દફતરમાં જ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નીકુલસિંહ વિક્રમસિંહ જાડેજા, ગીરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા અને ડ્રાઈવર કોન્સ્ટેબલ દીવ્યરાજસિંહ જટુભા જાડેજાની તાત્કાલિક અસરથી જીલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. જીલ્લા પોલીસવડાના આકરા પગલાથી પોલીસ બેડા સહીત જિલ્લાભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.


રક્ષક જ ભક્ષક બને ત્યારે...

આ બનાવ બાદ તપાસ ચાલી રહી છે, પણ સામાન્ય નાગરિક જ્યાં રક્ષણ મેળવવા આવે ત્યાં જ આવી ઘટના ફરી-ફરી બને તે ઘણા સવાલ ઉભા કરે છે.  તેમની સામે કાર્યવાહી સસ્પેન્ડ અને બદલી પૂરતી જ રહેશે કે વધુ કઈ એક્શન લેવામાં આવશે? કે પછી ફરી અદાલતે સ્વતઃ સંજ્ઞાન લેવું પડશે અને પોલીસને ટકોર કરવી પડશે તે જોવું રહ્યું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે