જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પાંચ આરોપીઓના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 10:00:59

જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પાંચ આરોપીઓના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા છે. ગુજસીટોકના આરોપી જામનગર શહેરનાં જાણીતા બિલ્ડર નીલેશ ટોલિયા, યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, વકીલ માનસત્તા અને જીમ્મી આડતિયા સહિતના પાંચ આરોપીઓનો જામીન પર છૂટકારો થશે. અનેક વખત હાઇકોર્ટમાં જામીન અરજી કરવા છતાં વારંવાર તેઓની અરજી રદ્દ કરવામાં આવી હોય ત્યારે આખરે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી માન્ય રાખતાં પાંચ આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે.

જયેશ પટેલ અને તેના સાગરીતો સામે બે વર્ષ પહેલાં નોંધાયો હતો ગુનો


મળતી માહિતી મુજબ ગુજરાતમાં ગુજસીટોકનું શસ્ત્ર સોપ્રથમ વખત જામનગરમાં અજમાવવામાં આવ્યું હતુ. ખંડણી, જમીન પચાવી પાડવી, ફાયરિંગ કરવા, હત્યાની કોશિષ કરવી, ખોટા દસ્તાવેજો બનાવી લોકોની જમીન ઉપર કબજો કરવા જેવી અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ સિન્ડિકેટ ક્રાઇમ દ્વારા આચરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જામનગર સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા ભૂમાફિયા જયેશ પટેલ અને તેના દોઢ ડઝન જેટલા સાગરિતો સામે આ ગુના હેઠળ ગત તા. 15 ઓકટોબર-2020માં જામનગર સિટી એ-ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુના સબબ 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેઓને અલગ-અલગ જેલમાં ધકેલવામાં આવ્યા હતા.

અનેક વખત હાઇકોર્ટે જામીન અરજી ફગાવી

દરમિયાન જામનગરના ચકચારી ગુજસીટોક કેસમાં લાંબા સમય બાદ કોઇ મહત્વનો વળાંક નોંધાયો છે. રાજ્યની અલગ-અલગ જિલ્લા જેલમાં બંધ ગુજસીટોકના આરોપીઓ દ્વારા અગાઉ અનેકવખત ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજીઓ કરવામાં આવી હતી પરંતુ દરેક વખત હાઇકોર્ટ દ્વારા તેઓની જામીન નામંજૂર કરવામાં આવતી હતી તેવામાં આ ગુનાનાં આરોપી જામનગરના જાણીતા બિલ્ડર નીલેશ ટોલિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવતા તેઓની રાહે એડવોકેટ વસંત માનસત્તા, જશપાલસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા અને જીમ્મી આડતિયાએ પણ જામીન અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં આરોપીઓના વકીલની દલીલના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓની જામીન અરજી ગ્રાહ્ય રાખવામાં આવતાં તેઓને જામીન પર મુકત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી આ જામીન અરજીનો ઓર્ડર રિલિઝ કરવામાં આવ્યો નથી ત્યારે આજ સાંજ સુધીમાં આ ઓર્ડર રિલિઝ થાય તેવી શકયતા સેવાઇ રહી છે.

સંજય દત્તને આપવામાં આવેલા જામીનનાં ચુકાદા પરથી જામીન મેળવાયા

જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પાંચ આરોપીઓના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે જામીન અરજી મુકવામાં આવી હતી તેમાં દલીલ કરવામાં આવી હતી કે, પોલીસે 90 દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવાનું હતુ તેમાં તેઓ નિષ્ફળ રહેતાં તેમના સરકારી વકીલ અને પોલીસે ચાર્જશીટ રજૂ કરવા માટે સમય મર્યાદા વધુ 90 દિવસ લંબાવી આપવા હાઇકોર્ટને અરજી કરી હતી. આ મુદ્દાને પડકારવામાં આવ્યો હતો પરંતુ હાઇકોર્ટ દ્વારા આરોપીઓની અરજી ફગાવી દેવામાં આવી હતી જેના પગલે ચાર્જશીટની મુદ્દત લંબાવવાની પોલીસ અને સરકારી વકીલની અરજી આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી જેમાં તેઓએ હાઇકોર્ટ દ્વારા પોતાને સાંભળવાની તક આપવામાં ન આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ-1995માં બોલિવૂડના અભિનેતા સંજય દત્તના કિસ્સામાં પણ આ પ્રકારે જામીન અરજી મંજૂર કરવામાં આવી હોય તેવા પુરાવાઓ ટાકવામાં આવ્યા હોય જેના આધારે આરોપીઓના વકીલની અરજી ગ્રાહ્ય રાખતા તેઓને ડિફોલ્ટ જામીન આપવામાં આવ્યા છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .