સંતરામપુરની જાનવડ હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલે 17 વર્ષેની વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ, સગીરા સારવાર હેઠળ


  • Published By :
  • Published Date : 2023-10-15 17:13:10

ગુરૂ અને શિષ્યાનો સંબંધ પવિત્ર મનાય છે જોકે, મહીસાગર જિલ્લામાં શિક્ષણ જગતને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. સંતરામપુર ના જાનવડ હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલે 17 વર્ષેની વિદ્યાર્થીની પર કર્યું દુષ્કર્મ આચરતા હાહાકાર મચી ગયો છે. વિદ્યાર્થીની પોતાની ખરીદી કરવા માટે લુણાવાડા બજારમાં આવી હતી ત્યારે આચાર્ય મળતા વાત કરી અને આચાર્ય રાજેશ પટેલે કીધું કે "બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે" તેમ કહી ઘરે લઈ ગયો હતો બાદમાં આચાર્યની નજર બાળા પર બગડી હતી અને હવસખોર આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 



વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ


વિદ્યાર્થીનીની મરજી વિરુદ્ધ ઘરમાં દુષ્કર્મ આચરી વિદ્યાર્થીનીને તેનાં ગામની સીમમાં છોડી આચાર્ય ભાગી છૂટયો હતો. વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ થતા વિદ્યાર્થીનીને લઈ લુણાવાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. વિદ્યાર્થીની હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ ગુનો દાખલ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. લુણાવાડા ટાઉન પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.