જય શાહના નિવેદન પર PCB ભડક્યું, ODI વર્લ્ડ કપ બહિષ્કારની આપી ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:20:53

ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં એશિયા કપ 2023 ટુર્નામેન્ટ નહીં રમે તેવા BCCI સેક્રેટરી જય શાહના નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ધુઆપુઆ થઈ ગયું છે. PCBએ કહ્યું છે કે આ પ્રકારનું નિવેદન નિયમોની વિરુદ્ધ છે, આ અંગે તરત જ એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બોલાવવી જોઈએ.


PCBએ નિવેદન આપી શું કહ્યું?


PCBએ જણાવ્યું કે તેને જય શાહના નિવેદનથી આશ્ચર્ય અને નિરાશ થયું છે. જય શાહે એશિયા કપને ન્યુટ્રલ વેન્યુ પર શિફ્ટ કરવાનું જે નિવેદન આપ્યું છે તે નિંદનીય છે. આ નિવેદન કોઈ બોર્ડ મેમ્બર સાથે વાતચીત કે કોઈપણ જાતની ચર્ચા વગર આપવામાં આવ્યું છે. જેનું મોટું પરિણામ આવી શકે છે.


PCBએ ધમકીના સ્વરમાં કહ્યું કે આ પ્રકારના નિવેદન એશિયન ક્રિકેટ દેશો અને ઇન્ટરનેશનલ ક્રિકેટ સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે અને દેશોને વહેંચે છે. આ સિવાય પાકિસ્તાનના ભારતમાં થવાવાળા 2023 વનડે વર્લ્ડકપ કે 2031 સુધી થવાવાળી બીજ મેચ પર પણ અસર કરી શકે છે. પીસીબીએ આ મામલે એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બોલાવવાની માંગ કરી છે કારણકે હજુ સુધી જય શાહ કે બીસીસીઆઈ તરફથી કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી.


પાકિસ્તાનની ODI વર્લ્ડ કપ નહીં રમવાની ધમકી


એશિયા કપ માટે પાકિસ્તાન ન આવવાના ભારતના નિર્ણય પર પીસીબીનું કહેવું છે કે તે 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી શકે છે. જો કે જય શાહના નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે