જયા બચ્ચન પાંચમી વખત રાજ્ય સભામાં જશે, સંપત્તીની કરી જાહેરાત, બચ્ચન દંપતી પાસે કેટલી છે પ્રોપર્ટી?


  • Published By :
  • Published Date : 2024-02-14 17:16:17

બોલિવુડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી અને મહાનાયક અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પાંચમી વખત રાજ્ય સભામાં જઈ રહી છે. તે ચાર વખત સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાની સાંસદ રહી છે અને ફરી એક વખત રાજ્યસભામાં પહોંચશે. જયા બચ્ચને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાનું નોમિનેશન ભરતી વખતે 13 ફેબ્રુઆરી 2024ના રોજ જયા બચ્ચને જે શપથ પત્ર ચૂંટણી પંચને આપ્યું છે તેમાં તેમણે પોતાની સ્થાવર અને જંગમ પ્રોપર્ટી અંગે જણાવ્યું છે. જયા બચ્ચનની પ્રોપર્ટીની વાત કરીએ તો તે કરોડોની માલિક છે.  


જયા બચ્ચન પાસે છે કેટલી છે સંપત્તી


ચૂંટણી પંચને આપેલા શપથ પત્ર મુજબ તો 75 વર્ષના જયા બચ્ચન અને તેમના પતિ અમિતાભ બચ્ચન પાસે કુલ 1578 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તી છે. તેમાં નાણાકિય વર્ષ 2022-23માં તે બંનેની કમાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમયગાળમાં જયા બચ્ચનની કમાણી  1,63,56,190 રહી જ્યારે અમિતાભ બચ્ચનને  273,74,96,590 રૂપિયા તેમની નેટવર્થમાં જોડ્યા છે. જયા બચ્ચન પાસે  57,507 રૂપિયા કેસ અને  10,11,33,172 રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા છે. તે જ પ્રકારે અમિતાભ બચ્ચન પાસે 12,75,446 રૂપિયા રોકડા અને 120,45,62,083 રૂપિયાની બેંક ડિપોઝીટ છે. 


બચ્ચન દંપત્તીએે ક્યા કર્યું છે મૂડી રોકાણ?


જયા બચ્ચનના મૂડી રોકાણ અંગે વાત કરીએ તો તેમણે શેર, બોન્ડ અને ડિબેન્ચર્સમાં  5,18,57,928 રૂપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે અમિતાભ બચ્ચનને 182,42,29,464 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એફિડેવિટ જોઈએ તો બચ્ચન દંપત્તીએ NSS, Postal Saving કે ઈન્સ્યોરન્સ પોલીસીમાં પૈસા લગાવ્યા નથી. જયા બચ્ચન પાસે 9 લાખ રૂપિયાની ટાટા ક્વોલિસ ગાડી છે જ્યારે અમિતાભ બચ્ચન પાસે કાર કલેક્શન લગભગ 17 કરોડ રૂપિયાનું છે. જયા બચ્ચન પાસે 9 લાખની પેન અને 51 લાખની વોચ છે. તે જ પ્રકારે અમિતાભ બચ્ચન પાસે 3.4 કરોડની વોચ કલેક્સન છે. તે ઉપરાંત તેમના પતિ પાસે 3 કરોડની રોલ્સ રોયસ, બે કરોડની મર્સિડિઝ બેન્ઝ સહિત કુલ 11 ગાડીઓ છે.   જ્વેલરીની વાત કરીએ તો તેમની પાસે 40 કરોડના ઘરેણા છે જ્યારે તેમના પતિ પાસે 54 કરોડની કિમતી જ્વેલરી છે. તે ઉપરાંત બચ્ચન દંપતી પાસે કરોડોની કિંમતના ઘર અને જમીનો પણ છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે