ચૂંટણી પહેલા જય નારાયણ વ્યાસે કરી અશોક ગેહલોતની સાથે મુલાકાત, ગરમાયું અટકળોનું બજાર


  • Published By :
  • Published Date : 2022-10-30 10:33:02

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવ્યા. આ બધા વચ્ચે ભાજપના નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ ગેહલોતની મુલાકાત કરવા પહોંચ્યા હતા. ચૂંટણી પહેલા તેમની આ મુલાકાત થવાને કારણે રાજકારણમાં નવા-જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. 

ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે અશોક ગહેલોત સાથે કરી મુલાકાત, શું આ બેઠક પરથી ચૂંટણી લડશે?

બંધબારણે બંને નેતાઓ વચ્ચે થઈ બેઠક

ચૂંટણી પંચ ગમે ત્યારે ગુજરાતની ચૂંટણી તારીખોનું એલાન કરી શકે છે. તે પહેલા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે મહેનત કરી રહી છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ આવી રહ્યા છે તો આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીએ કોંગ્રેસના પ્રચારની કમાન સંભાળી છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે તેમની મુલાકાત કરી હતી. ચૂંટણી પહેલા બંધબારણે બંને નેતાઓની મુલાકાત થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. એવી અટકળોએ જોર પકડ્યું છે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 


ચૂંટણી પહેલા અનેક નેતાઓ કરી રહ્યા છે પક્ષપલટો

અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બન્ને નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. જે બાદ જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પક્ષપલટો કરવાથી રાજકારણમાં સતત ગરમાવો આવતો રહે છે. અલ્પેશ કથિરીયા આપમાં જોડાવાના છે. અલ્પેશ કથિરીયાએ કહ્યું કે તેમને ભાજપ અને આપ દ્વારા પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રણો મળી રહ્યા હતા. જે બાદ તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે