IFFCO Electionમાં થઈ Jayesh Radadiyaની જીત, આટલા મતથી મળી જીત....


  • Published By :
  • Published Date : 2024-05-10 11:59:18

ઈફ્કોના ડાયરેક્ટર માટે થયેલી ચૂંટણીનું પરિણામ આવી ગયું છે.. સામાન્ય રીતે આ ચૂંટણી દર વર્ષે બિનહરીફ થતી હોય છે પરંતુ આ વખતે અહીયાં ત્રિ પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે તેવી માહિતી સામે આવી છે.. જયેશ રાદડિયા સામે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના મનાતા બિપીન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે જયેશ રાદડિયાની સામે ભાજપના ઉમેદવાર હારી ગયા છે.   

જયેશ રાદડિયાને 114 મત મળ્યા!

જયેશ રાદડીયાએ ઈફ્કોની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે.. બિપીન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યો હતો.. ત્યારે ભાજપના મેન્ડન્ટની ઉપરવટ જઈને જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી છે. 60 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયા ચૂંટાયા છે. અમિત શાહની નિકટના ગણાતા બિપિન પટેલે ફોર્મ ભર્યું હતું ઉપરાંત કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી. આ ચૂંટણીમાં 182 મતમાંથી 180 મત પડ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે. જ્યારે બિપીન પટેલને 66 મત મળ્યા છે. 




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.