જયસુખ પટેલને હજી પણ ભોગવવો પડશે જેલવાસ! કોર્ટે જામીન અરજી કરી નામંજૂર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 17:43:58

દિવાળીના સમયે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. મોરબીની આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો હતો. જયસુખ પટેલ જેલવાસ ભોગવી રહ્યા છે. જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે. જયસુખ પટેલ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે.


જયસુખ પટેલની જામીનની અરજી કોર્ટે ફટકારી

મોરબીમાં દિવાળી દરમિયાન એક હોનારત બની હતી. ઝુલતો બ્રિજ તૂટી પડતા 135 જેટલા લોકએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. જયસુખ પટેલ જેલવાસ ભોગવી રહ્યા છે. અરજી માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અનેક વખત તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. 


તબિયત લથડતા જયસુખ પટેલને હોસ્પિટલ ખસેડાયા!          

જયસુખ પટેલે જામીન માટે આજે પણ અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. મોરબી સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે. જયસુખ પટેલ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે. એવી પણ માહિતી મળી રહી છે કે જયસુખ પટેલની તબિયત લથડી છે. છાતીમાં દુખાવો થવાને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   
અમરનાથ યાત્રાના રશ્મીનો પ્રારંભ થયો છે. જમ્મુ કશ્મિરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પહેલી પૂજાનો લ્હાવો લીધો હતો. મહત્વનું છે કે ગયા વર્ષે 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો

બ્રિટનના ટાવર ઓફ લંડનના એક્ઝિબિશનમાં આ વાત કહેવામાં આવી છે. પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોહિનૂર હીરો ભારતમાંથી લઈ ગયા હતા. મહારાજા દિલીપ સિંહને આ હીરો આપવા માટે મજબુર કરવામાં આવ્યા હતા.

પહેલવાનોના સમર્થનમાં અનેક રાજનેતાઓ આવ્યા છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ મામલે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય પાર્ટી આ મામલે આક્રામક દેખાઈ રહી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બિલે બ્રિજભૂષણ શરણ સિંહ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે.

લોકોમાં સાયકલના મહત્વને જીવંત કરવા યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. સાયકલ ચલાવવાથી આરોગ્ય પણ સારૂ રહે છે તેમજ હવામાં પ્રદુષણ પણ ઓછું થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઉપરાંત પાચનશક્તિ પણ સારી રહે છે. તે સિવાય પ્રદુષણ પણ ઓછું થાય છે. અને અકસ્માતોની સંખ્યા પણ ઓછી થાય. રાહદારીઓની સલામતી પણ સચવાઈ જાય.