JEE એડવાન્સ 2022 ના પરિણામ જાહેર કરાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 14:37:44

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બેએ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ 2022 ના પરિણામો જાહેર કર્યા છે. ઉમેદવારો હવે પરીક્ષાની વેબસાઇટ jeeadv.ac.in પર તેમના સ્કોરકાર્ડ ચકાસી શકે છે. પરિણામની સાથે પરીક્ષાની અંતિમ આન્સર કી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

JEE Advanced 2022 Official Website Launched by IIT Bombay, Exam Dates  Expected Soon at jeeadv.ac.in

IIT બોમ્બે તમામ ભારતીય ટોપર્સના નામ અને સ્કોરકાર્ડ સાથે અન્ય પરિણામની માહિતી જાહેર કરશે. સફળ ઉમેદવારો પછી JoSAA કાઉન્સેલિંગ માટે અરજી કરી શકે છે, જે IIT એડમિશન માટે યોજાય છે. પ્રક્રિયા 12 સપ્ટેમ્બરથી શરૂ થશે.


JEE એડવાન્સ્ડનો ઉપયોગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IITs) અને ટેકનિકલ શિક્ષણની અન્ય સહભાગી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે થાય છે.


JEE એડવાન્સ 2022નું પરિણામ જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://result.jeeadv.ac.in/



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.