Jharkhand Train Accident : જામતાડા સ્ટેશન પાસે સર્જાઈ દુર્ઘટના, ટ્રેન નીચે કચડાઈ જિંદગી, રેલવેએ કમિટીની કરી રચના...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-29 09:58:11

થોડા સમય પહેલા ઓડિશામાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રીપલ ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતીય રેલવેના ઈતિહાસમાં એ અકસ્માત સૌથી ભયાનક દુર્ઘટના તરીકે માનવામાં આવે છે ત્યારે ફરી એક મોટી રેલ દુર્ઘટના ગઈકાલ રાત્રે ઝારખંડમાં બની છે. અનેક લોકો ટ્રેનની ઝપેટમાં આવી ગયા અને તેમનું મોત થઈ ગયું. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની તપાસ ચાલું છે. પરંતુ આ દુર્ઘટનામાં બે લોકોની લાશને તો ગઈકાલે જ રિકવર કરી લેવામાં આવી હતી. 


ટ્રેન નીચે કચડાઈ જિંદગી!

ઝારખંડના જામતાડા અને વિદ્યાસાગર રેલવે સ્ટેશન વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ જેમાં 12 જેટલા લોકો પર ટ્રેન ચઢી ગઈ તેવી માહિતી સામે આવી છે. 12 જેટલા લોકો ટ્રેનની ચપેટમાં આવી ગયા. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રે જ બે મૃતદેહોને રિકવર કરી લેવામાં આવ્યા હતા. અંધારાને કારણે રેસ્ક્યુ ઓપરેશન પર અસર પડી હતી. મળતી માહિતી અનુસાર બેંગલુરુ- યસવંતપુર અંગ એક્સપ્રેસ અહીં ડાઉન લાઇન પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન લાઇનની સાથે રાખવામાં આવેલી બાલ્સ્ટની ધૂળ ઉડવા લાગી. ધૂળ ઉડવાને કારણે ટ્રેન ચાલકને આશંકા ગઈ કે ટ્રેનમાં આગ લાગી છે.

અંધારૂ હોવાને કારણે સર્જાઈ દુર્ઘટના!

મળતી માહિતી અનુસાર ટ્રેનમાં આગ લાગી છે તેવી આશંકા સાથે ટ્રેન ચાલકે ગાડીને રોકી. અંધારૂં હોવાને કારણે ટ્રેનમાં મુસાફરી કરેલા મુસાફરોને લાગ્યું કે સ્ટેશન આવી ગયું અને તે નીચે ઉતરવા લાગ્યા. મુસાફરો નીચે ઉતર્યા અને આની વચ્ચે ઈએમયૂ ટ્રેનની ઝપેટમાં મુસાફરો આવી ગયા અને ટ્રેન નીચે કચડાઈ ગયા. ટ્રેનની નીચે કપાઈ ગયા. મળતી માહિતી અનુસાર 12 જેટલા લોકો આ દુર્ઘટનાના શિકાર બન્યા છે. બે લોકોના મોત પણ થઈ ગયા છે. 


ઘટનાને લઈ પીએમ મોદીએ પાઠવી સંવેદના!

આ ઘટનાને લઈ પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. શોક પ્રગટ કરતા તેમણે લખ્યું કે ઝારખંડના જામતાડામાં બનેલી ઘટનાની ખબર સાંભળતા પીડા થઈ. જે લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમના પ્રતિ મારી સંવેદના છે. ઘાયલ લોકો જલ્દી ઠીક થાય તેવી કામના કરૂં છું. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘટનાસ્થળ પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. 


તપાસ માટે કમિટીની કરવામાં આવી રચના!

રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે ટ્રેન એટલા માટે રોકવામાં આવી હતી કારણ કે એલાર્મ ચેન કોઈના દ્વારા ખેંચવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે એલાર્મ ચેઈન ખેંચવાને કારણે ટ્રેન નંબર 12254 રોકાઈ હતી. પછી ટ્રેક પર બે લોકો આવ્યા અને આ દુર્ઘટના બની. ટ્રેકમાં આવી રહેલા લોકોને મેમુ ટ્રેને કચડી નાખ્યા. જે લોકોના મોત થયા છે તે ટ્રેનના મુસાફરો ન હતા. આ ઘટનાને લઈ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.   



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.