હરેન પંડ્યાની હત્યાનો ઉલ્લેખ થતાં જ ભાજપના ધારાસભ્યોના પેટમાં તેલ કેમ રેડાયું, વિધાનસભામાં હોબાળો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-03-21 17:15:33

PMOના એડિશનલ ડાયરેક્ટર બની કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા અને સરકારી ખર્ચે તાગડધિન્ના કરતા પકડાયેલા મહાઠગ કિરણ પટેલનો મામલો આજે વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને જિજ્ઞેશ મેવાણી સહિતના ધારાસભ્યોએ કિરણ પટેલ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ગૃહ વિભાગની માગણીઓની ચર્ચા દરમિયાન ભાજપના પૂર્વ નેતા અને ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાનું નામ આવતા જ ગૃહમાં મામલો ગરમાયો હતો.


જિજ્ઞેશ મેવાણીની ટિપ્પણીથી ગૃહમાં હોબાળો


વિધાનસભામાં ગુજરાતના મહાઠગ કિરણ પટેલના મુદ્દે સરકારી કામગીરી સામે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલો કર્યા હતાં. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગડે સરકારનો બચાવ કર્યો હતો. આ દરમિયાન ઉદય કાનગડે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસનમાં મંત્રીની હત્યા થતી હતી. આ સાંભળી કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ તરત જ વેધક કોમેન્ટ કરી હતી કે હરેન પંડ્યાની હત્યા ભાજપના શાસનમાં થઈ હતી. જિજ્ઞેશ મેવાણીની આ ટિપ્પણીથી શાસક પક્ષ ભાજપના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા. મામલો વણસતો જોઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દરમિયાનગીરી કરતા અંતે હોબાળો શાંત થયો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે