Morbiમાં દલિત યુવક સાથે થયેલા વર્તન પર Jignesh Mevaniએ આપી પ્રતિક્રિયા, Rajasthanનું ઉદાહરણ લઈ સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-11-24 16:09:00

દલિતો પર અત્યાચાર થવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. દલિતોને ન્યાય મળે તે માટે એક્ટ્રોસિટી એક્ટ પણ ઘડવામાં આવ્યો છે. દલિતો પર અત્યાચાર કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે જીજ્ઞેશ મેવાણીએ માગ કરી છે. મોરબીથી એક ઘટના સામે આવી હતી જેમાં દલિત યુવાન પગાર માગવા માટે ગયો ત્યારે તેને મારવામાં આવ્યો અને જુતું ચટાડવામાં આવ્યા. આ ઘટના સામે આવ્યા બાદ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 

દલિતો પર થતા અત્યાચાર પર બોલ્યા જીજ્ઞેશ મેવાણી 

જીજ્ઞેશ મેવાણીએ વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે દલિતો પર થયેલા અત્યાચાર અંગે વાત કરી હતી. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે પરંતુ કાર્યવાહીના રૂપે કઈ નથી કરવામાં આવી રહી. મોરબીમાં બનેલી ઘટનામાં દોષિત વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ રાજસ્થાન અને ગુજરાતમાં દલિતોમાં પર થતા અત્યાર વિરૂદ્ધ થતી કાર્યવાહીની પણ વાત કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું દરેક ચૂંટણીમાં દલિતો પ્રત્યે પ્રેમ દર્શાવનાર નાટકબાજ મોદીજી રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને દલિત વિરોધી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 


 ભાજપ સરકાર દલિતોના સ્વાભિમાન સાથે રમત કરે છે - મેવાણી 

પરંતુ તેમના ગુજરાતમાં શું થઈ રહ્યું છે તે જુઓ. રાજ્યના મોરબી જિલ્લામાં એક દલિત યુવકે જ્યારે બાકીના 15 દિવસના પગારની માંગણી કરી ત્યારે કંપનીના માલિકે તેને તેના ચંપલ ચાટવા અને મોઢામાં ચપ્પલ ભરાવી દીધા. વિકાસની મોટી મોટી બડાઈઓ કરતી ગુજરાતની ભાજપ સરકાર દલિતોના સ્વાભિમાન સાથે રમત કરે છે તેની પરવા નથી, તેઓ માત્ર મોટી મોટી વાતો અને નાટક કરે છે. 



શું હતો સમગ્ર મામલો? 

ગુજરાતના મોરબી જિલ્લામાંથી એક એવી ઘટના આવી છે જેની ચર્ચા થઈ રહી છે. એવો આરોપ છે કે વેપારી મહિલાએ પોતાના દલિત કર્મચારી પર હુમલો કર્યો છે. તેને બળજબરીથી ચપ્પલ મોઢામાં મુકી દેવાયા અને ચપ્પલ મોઢામાં મુકીને માફી માંગવા કહ્યું. દલિત કર્મચારીએ તેની પાસે તેનો બાકી પગાર માંગ્યો હતો. પરંતુ વેપારી મહિલાએ અન્ય કર્મચારીઓ સાથે મળીને તેને માર માર્યો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.