કલેક્ટર કચેરી ખાતે જઈ જીજ્ઞેશ મેવાણીએ આપ્યું આવેદનપત્ર


  • Published By :
  • Published Date : 2022-12-10 11:45:34

કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ભાજપે પ્રચંડ જીતનો રેકોર્ડ તોડ્યો છે જ્યારે કોંગ્રેસે હારનો રેકોર્ડ તોડ્યો છે. કોંગ્રેસના અમુક ઉમેદવારો જ વિજયી બન્યા છે તેમાં વડગામથી લડી રહેલા જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે. જીતના બીજા દિવસથી જ તેમણે કામ શરૂ કરી દીધું અને પાલનપુર કચેરી ખાતે પહોંચી પોતાના પ્રશ્નનોની રજૂઆત કરી અને નર્મદાના નીરની વડગામ સુધી લાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.

  

જીત્યાના બીજા દિવસથી કામ કરવાનો કર્યો પ્રારંભ 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી છે. પરંતુ કોંગ્રેસે આ વખતે એકદમ નબળું પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ વિપક્ષ તરીકે બેસી શકે તેટલી સીટો પણ હાંસલ નથી કરી. માત્ર 17 સીટો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ. સૌ કોઈની નજર વડગામથી લડી રહેલા જીજ્ઞેશ મેવાણી પર હતી. જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસના એવા નેતાઓમાંથી છે જેમણે જીત હાંસલ કરી છે. વિજેતા બનેલા જીજ્ઞેશ મેવાણીએ બીજા દિવસથી જ કામગીરીની શરૂઆત કરી દીધી છે.     


પાલનપુર કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે 2017ની જેમ મેં મારૂ કામ શરૂ કરી દીધું છે. અનેક પ્રોજેક્ટને પરવાનગી મળી ગઈ છે પરંતુ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. સરકારને અનેક પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેમાં ગરીબો માટે ઘર બનાવાની યોજના, સ્થાનિય કોલેજને ગ્રાન્ટ આપવાની વાતો પણ તેમણે કરી હતી. અને કલેક્ટરને આવેદનપત્ર આપી વડગામના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાનું પાણી લાવવા આવેદનપત્ર આપ્યું હતું.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે