Rajkot TRP આગકાંડના મૃતકોને ન્યાય મળે તે માટે Jignesh Mewani મેદાને! જીગ્નેશ મેવાણીએ રિક્ષામાં ફરી લોકસંપર્ક કર્યો, જુઓ શું અપીલ કરી?


  • Published By :
  • Published Date : 2024-06-11 16:05:10

ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સિસ્ટમમાં બધુ મળે છે માત્ર ન્યાય નથી મળતો. જ્યારે જ્યારે દુર્ઘટના સર્જાય છે તે બાદ તપાસ માટે એસઆઈટીની રચના થાય છે.. એસઆઈટી તપાસ પણ કરે છે પરંતુ તે બાદ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી થતો.. એવી કડક કાર્યવાહી નથી કરવામાં આવતી જેને લઈ બીજાને બોધપાઠ મળે.. મૃતકોના પરિવારને ન્યાય મળે તેવી આશા હોય છે પરંતુ તેમને ન્યાય નથી મળતો. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. પરિવારજનો ન્યાયની માગ કરી રહ્યા છે અને આ બધા વચ્ચે જીગ્નેશ મેવાણીએ 25 જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે. તે ઉપરાંત 15 જૂનના રોજ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.     

રાજકોટ અગ્નિકાંડ મામલે વિપક્ષ મેદાને

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા અને હજુ સુધી ન્યાય નથી મળ્યો.... 25 મેના રોજ આ ઘટના બની હીતી... 16 દિવસથી પરિવારજનો ન્યાય માટે રાહ જોઈ રહ્યાં છે... તપાસ કેટલે પહોંચી એ પણ કોઈને ખબર નથી... અંદરો-અંદર શું ખીચડી રંધાઈ રહી છે એ જ ખબર નથી પડતી... વિપક્ષે હવે મુહિમ ચાલુ કરી છે કે ન્યાય મળવો જ જોઈએ... જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના નેતાઓ ત્રણ દિવસ ધરણા પર બેઠા હતા.. ઉપવાસ આંદોલન પણ ચલાવ્યું.. હવે 15 જૂનના રોજ ઉગ્ર આંદોલન કરવાના છે અને 25 જૂને રાજકોટ બંધનું એલાન જિગ્નેશ મેવાણીએ આપ્યું છે... 



જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓએ કર્યો ઉપવાસ 

લોકોનો સંપર્ક કરીને તેમને સમર્થન આપવા માટે સમજાવાય રહ્યાં છે.... લોકોની સંવેદનાને જગાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.. જ્યારે ઉપવાસ આંદોલન શરુ થયું એ પહેલા પણ લોકસંપર્ક કર્યો, પત્રિકાઓ વહેંચવામાં આવી...આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી. જો SITમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની SIT બનાવવામાં આવે એ જરૂરી છે.... જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર સાથે અહીં બેઠા છીએ... 



કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવી માગ?

આ ઉપરાંત કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે, પીડિત પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. સરકારના ભ્રષ્ટ તંત્રને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે દરેક પીડિત પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે.... રિક્ષા સવારી દરમિયાન તેમણે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. જિજ્ઞેશ મેવાણીએ ઓટોરિક્ષાની સવારી કરી લોકોને કરી અપીલ : રેસકોર્સ રિંગરોડ પર રાજકોટીયનોને અગ્નિકાંડ મામલે પત્રિકા વિતરણ કરી ૧૫ જુનના પોલીસ કમિશનર ઓફિસ ઘેરાવ અને ૨૫ જુનના રાજકોટ બંધના એલાનમાં જોડાવા અપીલ કરી...



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે