બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીનો બફાટ, "રાજ્યમાંથી દારૂબંધી હટાવે તેને જ મત આપો"


  • Published By :
  • Published Date : 2023-08-23 14:53:33

બિહારના પૂર્વ CM જીતનરામ માંઝીના એક નિવેદને દેશભરમાં વિવાદ જગાવ્યો છે. તેમણે બિહારના વજીરગંજના પતેડ મંગરાવા ગામમાં મહાદલિત સંમેલનમાં લોકોને મળવા પહોંચ્યા હતા. આ સંમેલનમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં દારૂના નામે આબકારી અને પોલીસની હેરાનગતિ વધી ગઈ છે. હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)ના પ્રમુખે કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 7 વર્ષોથી દારૂ પર પ્રતિબંધ છે અને આ કાયદાના કારણે માત્ર ગરીબ લોકોને દંડિત કરવામાં આવી રહ્યા છે.


દારૂબંધી હટાવે તેને જ મત આપો


પોલીસના અત્યાચારના મામલે લોકોએ પૂર્વ સીએમ જીતનરામ માંઝી સમક્ષ તેમની વેદના રજુ કરી હતી. આ સાંભળી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે લોકોને સંબોધતા કહ્યું  કે જે સરકાર બાલૂ, દારૂ અને તાડી વેચવાનું શરૂ કરવાની મંજુરી આપે તેને જ મત આપવાનો છે. માંઝીએ વધુમાં કહ્યું કે, દરેક લોકો જાણે છે કે, મોટા ભાગના IAS અને IPS અધિકારીઓ, ડોક્ટર્સ, બિલેડર, કોન્ટ્રાક્ટર, મંત્રી અને રાજનેતાઓ રાત્રે 10 વાગ્યા બાદ દારૂનું સેવન કરે છે પરંતુ તેમને દંડિત કરવામાં નથી આવતા. બીજી તરફ ગરીબ મજૂર જે આખો દિવસ મહેનત કર્યા બાદ દારૂ પીવે તો તેઓ અપરાધી બની જાય છે. કારણ કે, તેઓ પોલીસ અને આબકારી વિભાગ માટે સરળ ટાર્ગેટ બની જાય છે.


ઝેરી દારૂ બનાવવામાં આવી રહ્યો છે


જીતનરામ માંઝીએ વધુમાં કહ્યું કે જ્યારે અમે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે હતા. તે સમયે પણ અમે કહ્યું હતું કે દારૂબંધી બરાબર છે, પરંતુ બિહારમાં દારૂબંધીને લઈને જે નાટક ચાલી રહ્યું છે તે બંધ કરવામાં આવે. માંઝીએ કહ્યું કે બિહારમાં દારૂબંધીને કારણે મહાદલિત સમુદાયનું સૌથી વધુ શોષણ થઈ રહ્યું છે, તેને જલદીથી રોકવું જોઈએ. માંઝીએ વધુમાં કહ્યું કે અમારા પિતા પણ દારૂ બનાવતા હતા, પરંતુ આજકાલ જે દારૂ બનાવવામાં આવી રહ્યો છે તે ઝેરી છે. જીતનરામ માંઝીએ કહ્યું કે જ્યારે મારા પિતા ઘરે દારૂ બનાવતા હતા ત્યારે તેને બનાવવામાં સાતથી આઠ દિવસ લાગતા હતા. જો કે આજકાલ દારૂ માફિયાઓ બે કલાકમાં જ દારૂ બનાવી રહ્યા છે. દારૂ બનાવવામાં યુરિયા અને અન્ય ઝેરી પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.