જે.પી.નડ્ડા અને સી.આર.પાટીલ બન્યા કેબિનેટમાં મંત્રી, ભાજપને બે અધ્યક્ષ શોધવા પડશે. આ નામોની થઈ રહી છે ચર્ચા..


  • Published By :
  • Published Date : 2024-06-10 17:45:27

ત્રીજી વખત ગઈકાલે નરેન્દ્ર મોદીએ પીએમ તરીકેના શપથ લીધા છે.. તેમની સાથે સાથે 72 સાંસદોએ શપથ લીધા છે. ગુજરાતના નેતાઓની બહું ચર્ચા છે અને એમાંથી એક છે સી.આર.પાટિલ બીજા જે.પી.નડ્ડા છે.. બંને અધ્યક્ષ છે.. એક કેન્દ્રના અને એક ગુજરાતના.. અને હવે ભાજપને 2 નવા અધ્યક્ષ શોધવા પડશે. અધ્યક્ષ તરીકે અનેક નામોની ચર્ચા થઈ રહી છે.. 


આ નેતાઓના નામની થઈ રહી છે ચર્ચા.. 

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ એ ચર્ચા થવી સ્વભાવિક છે. સાથે જ રાજ્ય સરકારમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી પૂરી શકયતાઓ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે પક્ષના વરિષ્ઠ અને સંગઠનના અનુભવી નેતાની પસંદગી થાય એવી શક્યતા છે. હાલ પ્રદેશ અધ્યક્ષમાં મુખ્ય 6 જેટલા નામ ચર્ચામાં છે. આ નામમાં દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે. 



જો કોઈ સરપ્રાઈઝ મળે તો પણ નવાઈ નહીં કારણ કે.. 

પણ ભાજપ જેના માટે એવું કહેવાય છે કે એમ કોઈ નેતા બદલવાના હોય તો કોઈને ખબર નથી પડતી બધા prediction ખોટ પડે છે એટલે આમાંથી પણ કોઈ નામ ના હોય અને નવો ચહેરો જ ઉતારવામાં આવે તેવી શક્યતાઓ પૂરે પૂરી છે.. અત્યારે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન સૌથી વધારે પ્રભાવિત હતું એટલે અત્યારે સંગઠનમાં કોઈ ક્ષત્રિય નેતાને મોટું પદ મળી શકે તેવી સાંભવન છે 


આ નેતાઓના નામની હતી ચર્ચા

હવે દેશની વાત કરીએ તો ગઈકાલ સુધી જે નામો સામે આવી રહ્યા હતા તેમાં ભૂપેન્દ્ર યાદવ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ અને ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. પરંતુ તમામે જેપી નડ્ડા સાથે મોદી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા છે. તેથી, આ તમામ નામો હવે રેસમાંથી બહાર છે. જોકે બીજા અનેક નામો પણ આવ્યા છે જેમાં અનુરાગ ઠાકુર પણ છે.. જોકે આપણે જાણીએ જ છીએ કે ભાજપ હમેશા સરપ્રાઇઝ આપવામાં માને છે એટલે આ પદ માટે પણ કોનું નામ ખૂલે છે કોને લોટરી લાગે છે એ જોવાનું રહ્યું. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .