જુનાગઢમાં તણાયેલા 57 વર્ષના વૃદ્ધને મળ્યું જીવતદાન, હર્ષ સંઘવીએ જુનાગઢ પોલીસની કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-07-23 16:19:53

જુનાગઢમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે કાળવા નદીમાં ધસમસતું પૂર આવ્યું હતું. આ દરમિયાન ગઈકાલે જે 'એ.. એ.. દીદી બાપા ગ્યા.. એ.. બાપા વયા ગ્યા.. બાપા ગ્યા..' અવાજ સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો. જુનાગઢના વરસાદનો વીડિયો હાલ સમગ્ર દેશમાં વાયરલ થઈ રહ્યો છે. જોકે, સૌથી વધુ ચર્ચામાં કાર સાથે પાણીમાં તણાયેલા આધેડની થઈ રહી છે. બાપા તણાયાએ વીડિયો ખૂબ જ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.  વાયરલ વીડિયોમાં એક યુવતી બુમો પાડે છે કે, બાપા તણાયા બાપા તણાયા. જો કે આ બાપાને હિમ્મતવાન લોકો અને પોલીસે  બચાવી લીધા હતા. 


પૂરમાં તણાયા હતા તે બાપા કોણ છે? 


જુનાગઢના 57 વર્ષના વિનોદભાઈ ટેકચંદાણીએ જે બન્યું તે અંગે આપવીતી જણાવતા કહ્યું કે, હું પાનની દુકાનેથી (શનિવાર) બપોરે ઘરે જમવા માટે સાઈકલ લઈને આવતો હતો, અહીં સામાન્ય રીતે વરસાદ પડે તો દોઢ ફૂટ જેટલું પાણી હોય છે, પરંતુ કાળવા નદીમાં જે પાણી આવ્યું તેના કારણે ત્રણ ફૂટ પાણી થઈ ગયું. પાણી વધવાથી પુલની ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. દીવાલ તૂટી ગયાનો મને ખ્યાલ નહોતો અને તેનું પાણી આવી રહ્યું હતું, કમર સુધી પાણી આવી ગયું હતું. મારી પાસે સાઈકલ હતી પરંતુ હું (તે લઈને) ચાલીને જ આવી રહ્યો હતો. કચરો વધવાથી સાઈકલ ચાલતી નહોતી અને આડી થઈ ગઈ હતી. પોતાનો જીવ બચાવવા માટે વિનોદભાઈએ કાર પકડી હતી તે પણ તણાવા લાગી અને સાથે તેઓ પોતે પણ તણાવા લાગ્યા હતા. જો કે કેટલાક બહાદુર યુવાનો અને જુનાગઢ પોલીસકર્મીઓએ તેમને તણાતા બચાવ્યા હતા. બાપાને જીવનદાન મળતા તેમના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી. 


હર્ષ સંઘવીએ પોલીસની કરી પ્રશંસા 


જુનાગઢના 57 વર્ષના વિનોદભાઈને બચાવવાનારા જુનાગઢ પોસીસના જવાનોની  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રશંસા કરી હતી. આજે સુરત પહોંચેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જુનાગઢમાં ભારે વરસાદની સ્થિતિનો ચિતાર આપતા સંબોધન કર્યુ. તેમને કહ્યું - ગુજરાત પોલીસ માનવ સેવા કરે છે, તેમને જુનાગઢ પોલીસના ભરપુર વખાણ કર્યા હતા, તેમણે કહ્યું જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો, એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એ બાપા ગ્યા, બાપા ગ્યા... આ વૃદ્ધ વ્યક્તિને જુનાગઢ પોલીસે આબાદ રીતે બચાવી લીધા, આ પોલીસની તાકાત છે. એટલું જ નહીં વૃદ્ધ મહિલાને પણ ગુજરાત પોલીસે બચાવી છે, માતાજીને તેઓ ખભે મૂકી બચાવે છે, આવી ઘોડાપુર અને અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે બચાવની કામગીરી કરી છે. પોલીસ રેઇન કૉટ પહેરીને આવા ધોધમાર વરસાદમાં પણ કામ કરી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં જુનાગઢ પોલીસની પ્રસંશનીય કામગીરીને બિરદાવી હતી.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે