જૂનાગઢના MLA સંજય કોરડીયાએ સિવિલ હોસ્પિટલની ત્રીજી વખત લીધી સરપ્રાઈઝ વિઝીટ, તબીબો ગેરહાજર રહેતા સુપરિન્ટેન્ડેન્ટનો ઉધડો લીધો


  • Published By :
  • Published Date : 2023-06-25 15:13:22

સરકારી હોસ્પિટલો રામ ભરોસે ચાલી રહી છે, સરકારી હોસ્પિટલના તબીબો, નર્સો તથા અન્ય સ્ટાફની ગેરહાજરીથી સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ડોક્ટરો ન હોવાના કારણે દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલોમાં તબીબી સારવાર લેવી પડે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલોમાં ચાલતી લાલિયાવાડીથી વાકેફ ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. ધારાસભ્ય સંજય કોરડીયાએ હોસ્પિટલની આ ત્રીજી વખત મુલાકાત હોવા છતાં પણ સ્થિતી જેમની તેમ જોવા મળી હતી. ધારાસભ્યે સિવિલના ડીનને  વારંવાર ફોન લગાડ્યો હોવા છતાં તેમણે પણ ફોન રિસીવ કર્યો ન હતો.

ઓપિડી બંધ રહેતા MLA વિફર્યા


જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત અંગે ધારાસભ્યએ જણાવ્યું કે, ડોક્ટરો સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, શનિવારે ઓપીડી બંધ હોય છે. પરંતુ 2022ના સરકારના પરિપત્ર પ્રમાણે સોમથી શનિ સવારે 9 થી 1 અને 4 થી 8 ઓપીડી શરૂ રાખવાની હોય છે. તેમજ રવિવારે પણ અડધો દિવસ ઓપીડી શરૂ રાખવાનો સરકારનો પરિપત્ર છે. તબીબ અધિક્ષક નયના નકુમને ફોન કરતા તેમને કહ્યું હતું કે, અમે મૌખિક રજૂઆત કરેલી છે. ધારાસભ્યએ કહ્યું કે, આ કોઈ પ્રાઇવેટ પેઢી નથી કે મૌખિક રજૂઆત ચાલે. જૂનાગઢ સિવિલની ઓપિડી બંધ રહેતા MLA સંજય કોરડીયાએ વિફર્યા હતા અને તેમણે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટનો ઉધડો લીધો હતો.


ધારાસભ્યએ ટ્વીટ કરી આક્રોસ વ્યક્ત કર્યો


ધારાસભ્ય સંજય કોરડીયાએ હોસ્પિટલની તેમની મુલાકાત અંતે ટ્વીટ કરીને આક્રોસ વ્યક્ત કરતા લખ્યું હતું કે "ઘણા લોકોની ફરિયાદ હતી કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બપોર પછીના સમયમાં ઓ.પી.ડી વિભાગ બંધ હોય છે, ડૉક્ટર્સની ગેરહાજરી હોય છે. આજે ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ માટે પહોંચ્યો અને મેં વિભાગની બેદરકારી જોઇ. જૂનિયર અને સિનિયર સ્ટાફના ભરોસે ઓ.પી.ડી. મૂકીને ડ્યૂટી મૂકીને જતાં રહેતાં ડૉક્ટર્સની ગેરરીતી ચલાવી નહીં લેવાય. ગરીબ લોકો અને પીડાતા દર્દીઓ સાથેની આ વર્તણૂક યોગ્ય નથી. આ દિશામાં યોગ્ય પગલાં જલદી લઈશું !"



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.