Junagadh - ફરી ઉડ્યા દારૂબંધી કાયદાના ધજાગરા! પાનની દુકાનમાં થઈ રહ્યું છે દેશી દારૂનું વેચાણ! જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-24 15:58:06

ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો અનેક વખત સાંભળી હશે પરંતુ ગાંધીના ગુજરાતમાંથી જે દ્રશ્યો સામે આવે છે તે આ કાયદાને જાણે તમાચો મારતા હોય તેવું લાગે... અનેક વીડિયો આપણી સામે આવ્યા છે જેમાં દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડ્યા હોય.. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દારૂ અડ્ડા પર વેચાય છે પરંતુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પાન પાર્લરમાં દારૂ વેચાઈ રહ્યું છે... આ વીડિયો જૂનાગઢનો હોય તેવી ચર્ચામાં કરવામાં આવી રહી છે. ના માત્ર દારૂની પરંતુ ચખનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે...!

ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં થાય છે ખુલ્લેઆમ દારૂનું વેચાણ

સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક વીડિયો કાયદાનો અમલ કેટલો થાય છે તેની પોલ ખોલી નાખતા હોય છે. દારૂ ખુલ્લેઆમ વેચાય છે, લોકો પીવે છે તેવા વીડિયો અનેક આપણી સામે છે. કોઈ વખત શિક્ષક તો કોઈ વખત બસ ડ્રાઈવર દારૂના નશામાં દેખાય છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. દર થોડા દિવસે આવા વીડિયો આપણી સામે આવતા હોય છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જાશીપુરા વિસ્તારનો હોવાનું માનવામાં આવે છે. 




પાનની દુકાનમાં દારૂનું વેચાણ!

જૂનાગઢનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આવા વીડિયો અવાર નવાર સામે આવી રહ્યા છે જેને કારણે તંત્રની કાર્યવાહી પર સવાલ થઈ રહ્યા છે. 



પોલીસની કામગીરી પર પણ ઉઠે સવાલ 

અનેક વખત આવા વીડિયો સામે આવતા સવાલ એ પણ થાય કે શું પોલીસને ખબર નહીં હોય કે પાનની દુકાનમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે વીડિયો વાયરલ થયા બાદ એક વ્યક્તિની અટકાયત કરી છે. આ વીડિયો જોયા બાદ તમે પણ કહેશો કે આવી ઘટનાઓ, આવા વીડિયો જોવા તો હવે ગુજરાતીઓ માટે સામાન્ય થઈ ગયા છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...