રાજ્યના 1181 કેન્દ્રો પર યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, GPSSBએ શું કરી છે તૈયારી? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-05 14:28:09

ગુજરાત સરકારના પંચાયત પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલ 2023ના રોજ  બિન સચિવાલય જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપશે. આ વખતે જિલ્લા ફેરબદલી ઉમેદવારો પણ પરીક્ષા આપવા આવશે. જેને પગલે એસટી વિભાગે વધારાની બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.


રાજ્યના 1181 કેન્દ્રો પર પરીક્ષા


આ જુનિયર કલાર્કની પરીક્ષા રાજ્યના 1181 કેન્દ્રો પર યોજાશે. પરીક્ષા કેન્દ્રો જાણી જોઇને દૂર દૂર રાખવામાં આવ્યા છે. પીક્ષામાં કોઈ ગેરરિતી સામે આવે તો તુરંત ધ્યાન દોરવા બોર્ડ દ્વારા વિનંતી કરાઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વિદ્યાર્થીઓને યથા શક્તિ સહાય કરવા અપીલ કરી હતી.


ગાંધીનગરના 121 કેન્દ્રો પર પરીક્ષા


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની બિન સચિવાલય જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09-04-2023 (રવિવાર)ના રોજ બપોરે 12:30 કલાકથી 13:30 કલાક દરમિયાન યોજાશે. ગાંધીનગર જિલ્લામાં કુલ 121 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે. જે અતર્ગત માણસા તાલુકામાં 15 અને કલોલ તાલુકામાં 14 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. દહેગામ તાલુકામાં 10 અને ગાંધીનગર તાલુકામાં 82 કેન્દ્રો પર પરીક્ષા  યોજાશે. ઉલ્લેખનિય છે કે, 1247 બ્લોકમાં 37400 ઉમેદવારો પરીક્ષા આપશે.   


ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી


આ પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ કરશે તો તેની સામે ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ કાર્યવાહી થશે. ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ 7થી10 વર્ષની જેલ તથા રૂ. 1 કરોડનો દંડ કરવામાં આવશે.પરીક્ષાર્થી ગેરરીતિ આચરશે તો રૂપિયા 3 લાખનો દંડ અને 1 વર્ષની જેલ અને 2 પરીક્ષા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.


હસમુખ પટેલે યોજી હતી બેઠક


જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ગુજરાત પંચાયત પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે જિલ્લાના અધિકારીઓ સાથે પરીક્ષા વ્યવસ્થા અંગે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પ્રમાણે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રને લગતી મદદની જરૂર હોય તો તેઓ સંપર્ક કરી મદદ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરીને હેલ્પલાઈન નંબર જાહેર કરાયા હતા. ઉપરાંત જો ત્યાંથી કોઈ મદદ નથી મળતી તો રાજ્ય હેલ્પલાઈન નંબર્સ પણ જાહેર કરાયા છે.


જુનિયર ક્લાર્ક હેલ્પલાઈન નંબર


જુનિયર ક્લાર્ક પરીક્ષાના પરીક્ષા કેન્દ્ર શોધવામાં કોઈ મુશ્કેલી હોય, પરીક્ષા કેન્દ્ર જે જિલ્લામાં હોય તે જિલ્લાના નીચે જણાવેલા હેલ્પલાઇન નંબર પર કચેરી સમય દરમિયાન ફોન કરવો તે હેલ્પલાઇન નંબર પર પ્રશ્નનો ઉકેલ ના આવે તો રાજ્ય હેલ્પ લાઈન 8758804212, 8758804217 નો સંપર્ક કરવો.


ઉમેદવારોને મળશે રૂ.254 ટ્રાવેલ એલાઉન્સ 


પંચાયત પસંદગી સેવા બોર્ડ દ્વારા દરેક ઉમેદવારના ખાતામાં ડીબીટીથી 256 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જેમાં અમુક ઉમેદવારને 256 રૂપિયાથી ઓછું ભાડું થશે. જ્યારે અમુક વિદ્યાર્થીને 256 રૂપિયાથી વધારે ભાડું થઈ શકે છે. તો એ તમામ વિદ્યાર્થીઓએ પોતાના સ્વખર્ચે પરીક્ષાના કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પંચાયત પસંદગી સેવા મંડળ બોર્ડની પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાવાની હોવાથી ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની 6,000થી વધુ એસ.ટી.બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ પોતાની ટિકિટ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પણ બુક કરાવી શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.