રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું, પરીક્ષા રખાઇ મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-01-29 11:06:18

રાજ્યમાં પેપર ફૂટવાની પરંપરા યથાવત જળવાઈ રહી છે. આજે વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર  એક વ્યક્તિ પાસેથી મળી આવતા, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. 


પેપરલીકાંડમાં કોનો હાથ?


આજે લેવાવનાર જુનિયર કલાર્કની પરીક્ષા પેપર લીક થતાં રદ થઇ છે. આ મામલે ઓડિશાના રહેવાસીની સંડોવણી સામે આવી છે. પોલીસે નાયક નામના શખ્સની ધરપકડ કરી છે. આ મામલે વડોદરાનાં અટલાદરા રોડ પર આવેલા છે આ કોચિંગ સેન્ટર. ટીમ સંચાલક સહિત કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. ATSએ પેપર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે પહેલા જ કાર્યવાહી કરી છે. પોલીસે જેમની અટકાયત કરી છે તે શખ્સો પહેલા પણ આ જ પ્રકારના ગુનામાં સંડોવેલા હોવાનું સામે આવ્યું છે. પેપર લીક કાંડનું એપીસેન્ટર વડોદરામાં હતું. બરોડા પ્રમુખ કોમ્પ્લેકસમાં આવેલ સ્ટેકવાઇસ ટેકનોલોજી નામક ક્લાસીસમાં પેપર વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યું હતું. આ કોચિંક ક્લાસને સીલ કરવામાં આવ્યો છે. આ કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યાં છે. વડોદરાનાં અટલાદરા રોડ પર આવેલા છે આ કોચિંગ સેન્ટર ટીમ સંચાલક સહિત કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. 25 જેટલા શકમંદોને ગુજરાત ATS અમદાવાદ લઈ આવી હતી. વડોદરા, સુરત અને અન્ય જિલ્લાઓમાંથી ગુજરાત ATS દ્વારા ક્લાસીસ સંચાલક સહિત કુલ 25 શકમંદોની ધરપકડ કરી આરોપીઓને વડોદરાથી અમદાવાદ લાવવામાં આવ્યા છે. 


પેપરની નહીં ઈમાન ફુટ્યું


કોરોનાના બે વર્ષ બાદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષાનું આયોજન કરાયું છે. 29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી.  જેના માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા  2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી.


લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી.  રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.


રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા મહેનત કરીને પરીક્ષા આપતા ઉમેદવારો નિરાશ થયા છે.  


રાજ્યભરમાં જોરદાર વિરોધ


પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદાવારોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. કાતિલ ઠંડીમાં પરીક્ષા આપવા નિકળેલા ઉમેદવારોએ પેપર ફૂટવાના સમાચાર મળતા બસ સ્ટેશનો પર જ વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા હતા. આ ઘટનાથી વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ જબરદસ્ત ધક્કો પડ્યો અને તેમનામાં નારાજગી ભભૂકી ઊઠી હતી. મહિસાગરમાં જિલ્લાના મુખ્ય મથકે પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે જામ કરી દેવાતા ટ્રાફીકની સમસ્યા ઊભી થઈ હતી. જેની જાણ થતા લુણાવાડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સમજાવટ કરી ટ્રાફીક પુર્વવત કરાવ્યો હતો. આવી જ સ્થિતિ ગોધરામાં પણ હતી. જ્યાં ગોધરા બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કરી ટ્રાફીક જામ કરી દીધો હતો. પોલીસ ખડકીને વિદ્યાર્થીઓને શાંત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.


બસ સ્ટેશનો પર પોલીસ કાફલો 


પેપર લિક કાંડ બાદ વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સમગ્ર રાજ્યમાંથી પરીક્ષા આપવા આવનારા ઉમેદવારોએ બસ સ્ટેશનો પર જ ધરણા કર્યા છે. સરકારે આગોતરા પગલા ભરી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં અનેક બસ સ્ટેન્ડ પર પોલીસ કાફલો ખડકી દીધો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ST બસ સ્ટેન્ડ પર જ કેટલાક ઉમેદવારોની આંખોમાં આંસુ આવી ગયા હોય તેવી ઘટના પણ સામે આવી છે. વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા અમદાવાદ પહોંચેલા ઉમેદવારોએ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. 


પેપર ફુટવાની પરંપરા યથાવત


2014- રેવન્યુ તલાટીની ભરતી,2014- ચીફ ઓફિસર,2015- તલાટીની પરીક્ષા,2018- મુખ્ય સેવિકાની પરીક્ષા,2018- નાયબ ચિટનીસની પરીક્ષા,2018- લોક રક્ષક દળ,2018- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT,2019- બિન સચિવાલય ક્લાર્ક,2021- હેડ ક્લાર્ક,2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી,2021- સબ-ઓડિટર,2022-વનરક્ષકનું પેપર ફૂટ્યું, 2022- જૂનિયર કલાર્ક



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.