જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરનો ભાવ રૂ.12થી 15 લાખ, કોચિંગ સેન્ટરના બે ડાયરેકટરની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-01-29 12:49:58

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં સમગ્ર રાજ્યમાં હંગામો મચી ગયો છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોને જ્યારે ખબર પડી કે તેમની પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર ફુટી ગયું છે, ત્યારે તેમના પર જાણે આસમાન તુટી પડ્યું હોય તેવી દશા થઈ હતી. આ પરીક્ષા માટે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 


પેપરનો ભાવ રૂ. 12થી 15 લાખ


જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કઈ રીતે થયું તે અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પેપર સૌપ્રથમ હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી આવ્યું અને પ્રદિપ નામનો એક વ્યક્તિ તે વડોદરાના માંજલપુર વિસ્તારમાં લાવ્યો હતો. આ પેપર લિકકાંડમાં કેતન બારોટ અને શેખર નામના યુવાનની સંડોવણી સામે આવી છે. વડોદરાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગ સેન્ટરમાંથી પેપર આવ્યું હતું. જેમાં ઉમેરવાર દીઠ પેપરનો ભાવ 12થી 15 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ પેપર લેવા માટે 40થી 50 વિદ્યાર્થીઓ વડોદરાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કોચિંગમાં પહોંચ્યા હતા.


માસ્ટર માઈન્ડ ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરી


જૂનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલીક  કાંડ મામલે વડોદરાના સ્ટેક વાઇઝ ટેક્નોલોજી ઇન્સ્ટીટ્યૂટના બે ડાયરેકટરની અટકાયત કરવામાં આવી છે. સ્ટેક વાઈઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ગુજરાત ATSએ અટકાયત કરી છે. આ પેપર હૈદરાબાદની પ્રિન્ટિગ પ્રેસથી લીક થયા હતા અને સૌ પ્રથમ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવ્યાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ઇન્સ્ટીટ્યૂટમાંથી લીક થયું હોવાનું સામે આવતાં આ સંસ્થાના ડાયેરેક્ટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌઘરીની ગુજરાત ATSએ અટકાયત કર્યા બાદ પૂછપરછ શરુ કરી છે. 


પેપર લિંક કાંડના તાર દેશભરમાં જોડાયેલા છે


ગુજરાતી એટીએસે મોડી રાત્રે આ વડોદરાના ક્લાસિસ પર ઓપરેશન હાથ થર્યું હતું. પોલીસે 15થી વધારે લોકોની અટકાયત કરી અને હાલમાં પૂછપરછ શરૂ કરી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થતાં  તેલંગાણા, બિહાર, તમિલનાડું અને ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે