Social Media પર ટ્રેન્ડ થયું #JusticeForGPSCAspirant, જાણો શા માટે GPSC Aspirant ચલાવી રહ્યા છે આ મુહિમ?


  • Published By :
  • Published Date : 2024-03-07 15:01:09

ભારત આઝાદ થયું એ પહેલાથીજ આપણા સમાજમાં સરકારી નોકરીઓનું મહત્વ ખુબજ રહેલું છે . અને ભારતની આઝાદીમાં જે મોટા નેતાઓ થયા તે પણ કયાંકને ક્યાંક ભારત સરકારની પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પાસ કરેલા હતા અથવા સરકારમાં તેઓ ક્યાંકને ક્યાંક પદ પર હતા . આમ આપ ઉદાહરણ તરીકે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને લઈ શકો છો. 

સોશિયલ મીડિયા પર શરૂ થયો આ ટ્રેન્ડ!

ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર એનો વહીવટ વિવિધ મંત્રાલયોની મદદથી થાય છે . બાબાસાહેબ આંબેડકરે એક વાર કીધું હતું કે , બંધારણ ગમે તેટલું સારું બનાવવામાં આવે , તેનો અમલ કરનારા ખરાબ હોય તો વહીવટ ખરાબ થઈ જાય છે . એટલે છેલ્લે વસ્તુઓ તો વહીવટ કરનારાની વિચારધારા પર જ નિર્ભર હોય છે . હવે આવી જ વાત ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે બની છે . આજે થયું છે એવું કે , પ્લેટફોર્મ X એટલેકે ટ્વિટર પર #JUSTICEFORGPSCASPIRANTS નામનો ટ્રેન્ડ  ચાલુ થઈ ગયો છે . અને GPSC aspirants તેમની વ્યથા પ્લેટફરોમ X પર ઠાલવી રહ્યા છે . 


શું છે જીપીએસસી એસ્પીરેન્ટના પ્રશ્નો?

વાત આખી એમ છે કે , એક સમયે ગુજરાત સરકારનું નાક ગણાતી સંસ્થા જ આજે ગુજરાત સરકારનું નાક કાપી રહી છે . એક સમયે દેશનું સર્વશ્રેષ્ઠ ગણાતું GPSC આજે સૌથી ધીમું અને અન્યાયી કમિશન બની ગયું છે . GPSC aspirantsના પ્રશ્નો આ મુજબ છે જેમ કે , મુખ્ય પરીક્ષા એટલે કે MAINS પરીક્ષા પેપરમાં ચેડાં , કેટલીક ભરતીઓમાં ગેરરીતિ પણ થઈ છે , કેટલીક ભારતીયોના પરિણામો પણ અટકેલા છે . હવે વિદ્યાર્થીઓએ અવારનવાર ન્યાય મેળવવા હાઈકૉર્ટમાં જવું પડે છે , જેમાં યુવાનોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થાય છે . 


જ્યાં સુધી દિનેશ દાસા સર હતા ત્યાં સુધી બરાબર હતું... 

ગુજરાત સરકારે તત્કાલીન ધોરણે આ સંસ્થા પર ધ્યાન આપવું જોઈએ , અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને વાચા પણ આપવી જોઈએ . તદુપરાંત GPSCના ચેરમેન પદે કાર્યક્ષમ અને કાયમી વ્યક્તિની નિમણુંક થવી જોઈએ નહિ કે કામચલાઉ વ્યક્તિ . GPSC ના ચેરમેન DINESH DASA હતા ત્યાં સુધી બધું જ બરાબર ચાલતું હતું , ત્યારબાદ બધુ જ અવ્યવસ્થિત રીતે પાટા પરથી ઉતરી ગયું હોય તેવું લાગે છે , સરકારનો કોઈ પણ વિભાગ કે મંત્રાલય એક જ વ્યક્તિના વ્યક્તિત્વનો મોહતાજ ના હોવો જોયીએ . હાલમાં GPSC એસ્પિરેટસમાં એક વાત ચાલી રહી છે કે , કોઈની જિંદગી બગાડવી હોય તો ... એક માત્ર ઉપાય છે ... એને gpscના રવાડે ચઢાવી દેવો . આ હકીકત છે , સાચા મહેનતુ ઉમેદવારોના હાલ GPSC એ બેહાલ કરી નાખ્યા છે .



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે