Jyoti CNC Automation Limited IPO: આજે ખુલ્યો વર્ષનો પહેલો આઈપીઓ, જાણો કેટલો ચાલી રહ્યો છે GMP


  • Published By :
  • Published Date : 2024-01-09 14:58:55

IPOમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે, નવા વર્ષના આરંભ સાથે જ Jyoti CNC Automation Limitedનો આઈપીઓ આ ખુલી ગયો છે. ગુજરાતના રાજકોટની કંપની Jyoti CNC Automation Limitedનો એક હજાર કરોડનો આઈપીઓમાં આગામી 11 જાન્યુઆરી સુધી અરજી કરી શકાય છે.  આઈપીઓની પ્રાઈઝ બેન્ડ 315થી 331 રૂપિયા નક્કી કરવામાં આવી છે.


શું છે કંપનીનો બિઝનેશ? 


IPO માટે  45 શેરનો એક લોટ નક્કી કરવામાં આવ્યો છે, આઈપીઓ માટે 10 ટકા શેર રિટેલ ઈન્વેસ્ટરો માટે અનામત રાખવામાં આવ્યા છે. કંપનીના બિઝનેશ અંગે જાણીએ તો Jyoti CNC Automation Limited ઓેટોમેશન, ન્યૂમેરિકલ કન્ટ્રોલ મશીનોનું નિર્માણ કરનારી કંપનીઓ પૈકીની એક છે, આ કંપન વર્લ્ડ ક્લાસ સીએનસી મશીન ભારતમાં બનાવે છે. તેમાં CNC Turning Centers, CNC Turn Mill Centers, CNC Vertical Machining Centers (VMCs), CNC Horizontal Machining Centers (HMCs), Simultaneous 3-Axis CNC machining Centers, Simultaneous 5-Axis CNC machining Centers और Multi-tasking machinesનો સમાવેસ થાય છે. આ કંપનીની શરૂઆત જાન્યુઆરી 1991માં થઈ હતી. હાલના સમયે ભારતમાં સીએનસી મશીનની સપ્લાઈ કરનારી બીજી સૌથી મોટી કંપની છે. તેના ગ્રાહકોમાં ઈસરો, બ્રહ્મોસ એરોસ્પેશ તિરૂવનંતપુરમ લિમિટેડ ટર્કિશ એરોસ્પેસ, MBDA, યુનિપાર્ટ્સ ઈન્ડિયા, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ, ટાટા સિકોર્સ્કી એરોસ્પેસ લિમિટેડ, ભારત ફોર્જ લિમિટેડ, કલ્યાણી ટેક્નોફોર્જ લિમિટેડ, રોલેક્સ રિંગ્સ લિમિટેડ અને બોશ લિમિટેડનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં, કંપનીની ઓર્ડર બુકમાં રૂ. 3,315.33 કરોડનું કામ હતું.


કેટલો છે GMP?


જ્યોતિ CNC ઓટોમેશન IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 100 પર ચાલી રહ્યું છે. એટલે કે રોકાણકારો તેને રૂ. 431 પર લિસ્ટેડ થવાની અપેક્ષા રાખી રહ્યા છે. ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડને આ IPO માટે બુક રનિંગ લીડ મેનેજર બનાવવામાં આવ્યા છે. આ IPO માટે રજિસ્ટ્રાર લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે. કંપનીએ ઈસ્યુ ખુલતા પહેલા એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 447.75 કરોડ એકત્ર કર્યા હતા. આ રાઉન્ડમાં Goldman Sachs, Nomura Funds, Master Trust Bank of Japan, Prudential Hong Kong, Carmignac Portfolio, Allianz Global Investors Fund और Eastspring Investments India Fundએ ભાગ લીધો હતો.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.