હીરાબાને કૈલાસ ખેરની અનોખા અંદાઝમાં શ્રદ્ધાંજલિ, પરિવારજનો પણ રહ્યા ઉપસ્થિત


  • Published By :
  • Published Date : 2023-01-08 14:35:11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું તાજેતરમાં જ 100 વર્ષની વયે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદીનાં માતા હીરાબાનાં નિધનથી દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ, હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે જાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેરે ગાંધીનગરના રાયસણ આવીને પીએમ મોદીનાં માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્તુતિ ગાઈને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વીડિઓ તેમણે ટ્વિટ પણ કર્યો છે.


હીરાબાને કૈલાશ ખેરની શ્રદ્ધાંજલિ


હીરાબાના અવસાનથી પીએમ મોદીના પરિવાર જનો શોકમગ્ન બન્યા છે. વડાપ્રધાન મોદીના વતન વડનગર અને ગાંધીનગર સહિત દેશી-વિદેશમાં લોકો શોકાતુર બન્યા છે. ત્યારે બોલિવુડના જાણિતા સિંગર કૈલાશ ખેરે ગાંધીનગર રાયસણ સ્થિત હીરાબાના સૌથી નાનાપુત્રના ઘરે પહોંચ્યા હતા. તેમણે અહીં ભગવાનની વિવિધ સ્તુતિઓનું ગાન કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


મોદી પરિવારના તમામ સભ્યો જોડાયા


હીરાબાના રાયસણ ખાતેના નિવાસ સ્થાને તેમના પરિવારની હાજરીમાં જ આગવા અંદાજમાં જ સ્તુતિ ગાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. કૈલાશ ખેરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પરમ પિતા પરમેશ્વરની દયા દૃષ્ટિ, ગુરુમહારાજની કૃપાથી આપણા પીએમ મોદીના પરિવાર સાથે મા હીરાબાને સ્તુતિ વંદન કરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું. મા હીરાબા તો પંચતત્ત્વમાં વિલીન થઈને પણ સંસ્કાર સ્વરૂપિણી ભગીરથી બનીને પરિવારજનોમાં સ્થાપિત થઈ ગયાં. આજના પ્રારબ્ધને નમન.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે