આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે.. આજના દિવસે અનેક લોકો ઘરમાંથી કંકાસ કાઢતા હોય છે.. એવું પણ માનવામાં આવે છે કે આજનો દિવસ તાંત્રિક વિદ્યા સાથે સંકળાયેલા લોકો માટે મહત્વનો હોય છે.. સ્મશાનમાં પણ અનેક લોકો સાધના આજના દિવસે કરતા હોય છે.... આવું કરવાથી તેમને સિદ્ધિઓ હાંસલ થાય છે..
નરક ચતુર્દશી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે..
દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ મહાશક્તિઓની આરાધના થાય છે.. મહા લક્ષ્મી, મહા કાળી અને મહા સરસ્વતી.. દિવાળીના દિવસે માતા સરસ્વતીની જ્યારે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની આરાધના થાય છે... માતા મહાકાળીની આરાધના કાળી ચૌદાશના દિવસે કરવામાં આવે છે... માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા.. જેને કારણે કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે... બીજી એક કથા એવી પણ જે મુજબ આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે,
દુષ્ટ શક્તિઓનો થાય છે નાશ
કાળી ચૌદશના દિવસે ના માત્ર મહાકાળીની પૂજા કરવાથી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. મહાકાલી દેવીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે. માતાની પૂજા કરવામાં આવે છે પરંતુ કોઈ ભક્ત હનુમાનજીની, ભૈરવદાદાની પણ પૂજા કરવામાં આવે છે.... એવું માનવામાં આવે છે આજના દિવસે પૂજા કરવાથી અકાળે મૃત્યુ આવતી નથી..
(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)