વિવાદ વધતા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે માર્યો યુ-ટર્ન! જલારામ બાપા માટે કરેલી ટિપ્પણીને લઈ માફી માગતા કહ્યું કે... સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-08 14:55:09

ધર્મ અને રાજનીતિ જાણે હવે નેતાઓએ એક કરી દીધી છે. રાજનીતિમાં ચર્ચામાં રહેવા માટે અનેક નેતાઓ ધર્મને લઈ નિવેદનો આપતા હોય છે.  ધર્મ અને ભગવાનને લાવીને ચર્ચામાં રહેવું એ લોકો માટે, ધારાસભ્યો માટે હવે ટ્રેન્ડ થઈ ગયો છે તેવું લાગે છે.  ધર્મ પર કઈ કહીશું કે ભગવાન વિશે કઈ કહીશું તો ચર્ચામાં આવીશું, આવુજ વિચારીને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણએ થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું. આવું નિવેદન આપી કદાચ ધારાસભ્ય ચર્ચામાં રહેવા માગતા હોય છે! 

સાંઈબાબા અને જલારામ બાપા માટે આપ્યું હતું વિવાદીત નિવેદન!

કાલોલના ધારાસભ્યએ થોડા દિવસ પહેલા સાંઈ બાબા અને જલારામ બાપાને લઈ નિવેદન આપ્યું હતું, જેને લઈ ભક્તોમાં નારાજગી પણ જોવા મળી હતી ત્યારે ધારાસભ્યએ પોતાની વાત પરથી યુટર્ન માર્યો. વિવાદ વધતા ધારાસભ્યએ માફી છે. વાત એમ હતી કે ફતેસિંહ ચૌહાણે થોડા સમય પહેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે જલારામ અને સાંઈબાબા વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.  

વિવાદ વકરતા ધારાસભ્યએ મારી પલટી!

સાંઈબાબા અને જલારામ બાપા પર કરેલી ટિપ્પણી પર ધારાસભ્યએ માફી માગી છે. માફી માગતા તેમણે કહ્યું હતું કે કોઈપણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું, પરંતુ વાઇરલ થયેલા વીડિયો સાથે છેડછાડ કરાઈ છે અને વીડિયો અડધો જ મૂકવામાં આવ્યો છે, જો પૂરો વીડિઓ જોવામાં આવે તો સમગ્ર વાતનો ખ્યાલ આવે. મહત્વનું છે કે ધારાસભ્યો, નેતાઓ પોતાની વાત પરથી ક્યારે પલટી મારી જાય છે તેનો ખ્યાલ નથી રહેતો!   


સ્વામીનારાયણ સંપ્રદાય માટે પણ કહી આ વાત!

ફરી એક વખત શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે થોડા સમય પહેલા જ્યારે સ્વામિનારાયણ અને ભીંત ચિત્રોનો વિવાદ ચાલતો હતો ત્યારે પણ તેમણે કંઈક આવુ જ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે સ્ટેજ પરથી સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે અને અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે.  



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે