ભવન્સ કોલેજ ખાતે મોરારી બાપુના હસ્તે થશે કનૈયાલાલ મુનશીની પ્રતિમાનું લોકાર્પણ તેમજ વાંચનાલયમાં કાન્તિ ભટ્ટના પુસ્તકોનું કરી શકાશે વાંચન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-31 13:27:25

પુસ્તકને માણસનો સૌથી સારો મિત્ર માનવામાં આવે છે. વાંચન કરવાથી માણસના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ત્યારે ગુજરાતી સાહિત્યમાં એવા અનેક સાહિત્યકારો થઈ ગયા જેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ત્યારે ભવન્સ કોલેજમાં ડો. કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવવાનું છે. પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુના હસ્તે ભારતીય વિદ્યા ભવનના આદ્યસ્થાપક, લોકપ્રિય ગુજરાતી લેખક અને કુલપતિની પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે.

ગુજરાતમાં અસ્મિતાના સંદર્ભે

મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું | Gujarat  News in Gujarati


અનેક પુસ્તકો અને લેખોને કરાયા છે ડિજિટાઈઝ 

પ્રતિમાના અનાવરણ ઉપરાંત ભવન્સ કોલેજ ખાતે નિર્મિત સ્વ. કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલય ખાતે તેમના ડિજિટાઈઝડ કરાયેલા લેખસંગ્રહને પણ જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે. કાન્તિભાઈના પત્ની અને જાણીતાં પત્રકાર શીલા ભટ્ટ દ્વારા અનેક પુસ્તકો તેમજ લેખનોને અર્પણ કરવામાં આવ્યા હતા. અંદાજીત 1600થી વધુ પુસ્તકો અને અંદાજે 16000 જેટલા કાન્તિભાઈના લેખોને ડિજિટાઈઝ કરવામાં આવ્યા છે જેને વાંચકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.     



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.