AAPના પૂર્વ અને BJPના વર્તમાન નેતા કનુ ગેડિયાએ કર્યું આ ચોંકાવનારું નિવેદન, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-21 18:51:08

સુરત આમ આદમી પાર્ટીમાં આજે ફરી એક વખત ભંગાણ પડ્યું છે. 6 દિવસ પહેલાં AAPના છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. આપના વધુ બે કોર્પોરેટર આજે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. વોર્ડ નં.3ના આપના કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નં.2ના આપના કોર્પોરેટર અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધીમાં 12 કોર્પોરેટરે AAPનો છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. આથી આમ આદમી પાર્ટી સફાયા તરફ હોવાની ચર્ચા લોકોમાં ઊઠી છે. જો કે આ દરમિયાન કનુ ગેડિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા હોબાળો મચ્યો છે.


કનુ ગેડિયાએ આપ્યું ચોંકાવનારું નિવેદન 


આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાનારા કનુ ગેડિયા  તેમના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચા છે. તેમણે ભાજપમાં જોડાવાનું કારણ આપતા કહ્યું કે " રાષ્ટ્રહિતની ભાવના, દેશની અને સંસ્કૃતિની સુરક્ષા થાય તે માટે થઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, આજથી 15-20 દિવસ પહેલા મારૂ બાળક જ્યારે તેની સ્કૂલના એન્યુઅલ ડે ફંક્સનમાં જય શ્રી રામના નારા સાથે ડાન્સ કરી રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું, હું એક અભ્યાસુ જીવડો છું કન્ટીન્યુ વાંચન કરતો હોઉં છું એટલે મને એમ થયું  કે જ્યારે એણે મને ટ્રિગર કર્યું કે જે રીતે આપણી સંસ્કૃતિ બચાવી છે, તે રીતે આપણા સીમાડાઓને પણ સુરક્ષિત રાખવા પડશે અને આપણે એક મજબુત નેતૃત્વની જરૂર છે એ માટે થઈને હું  ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, આપમાં જોડાયો ત્યારે હું લુખ્ખેશ હતો, આપમાંથી જોડાવા માટે રૂપિયા લીધા એ ખાલી અફવા છે, હું અહિયા મારી કારકિર્દી બનાવવા માટે રાષ્ટ્રહિતની ભાવના સાથે આવ્યો છું, અહીં મારી કુદરતી ઉજળી રહે છે એવું મને લાગી રહ્યું છે".   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.