Karai Academy ફરી આવી ચર્ચામાં! ટ્રેઈની PSIએ રજા લેવા સગાઈની નકલી કંકોત્રી અધિકારીઓને બતાવી, અને પછી....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-10 12:53:27

નકલીની બોલબાલા છે.. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. ઘણા સમય પહેલા કરાઈ એકેડમીથી નકલી પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા મયુર તડવી ઝડપાયો હતો. તે બાદ તો નકલી પકડાવાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે. ત્યારે ફરી એક આ એકેડમી ચર્ચામાં આવી છે કારણ કે કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઈએ રજા મેળવવા માટે પોતાની સગાઈ થતી હોવાનું નાટક કર્યું તેવી માહિતી સામે આવી છે. ઉપરી અધિકારીઓ સમક્ષ નકલી કંકોત્રી રજૂ કરીને રજા મેળવવાનું કારસ્તાન કર્યું હોય તેવી જાણ થતાં તે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.       


સગાઈની નકલી પત્રિકા બતાવી ટ્રેઈની પીએસઆઈએ લીધી રજા!

હજી સુધી આપણે નકલી અધિકારીઓ પકડાવાની વાતો સાંભળી ત્યારે ગાંધીનગરની કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઈએ પોતાના સગાઈની નકલી કંકોત્રી બતાવી રજા મેળવી છે તેવી માહિતી સામે આવી છે. પાલનપુરના સાંગરા ગામના મુન્નાભાઈ હાલ ટ્રેઈની PSI છે. સામાન્ય સંજોગોમાં રજા નહીં મળે તેમ લાગતા પોતાની જ સગાઈ .... નામની કાલ્પનિક વ્યક્તિ સાથે રાખી હતી. પોતાની સગાઈ થતી હોવાનું પીએસઆઈ ટ્રેઈનીએ બહાનું આપ્યું, નકલી કંકોત્રી છપાઈ. નકલી કંકોત્રી બતાવી ટ્રેઈની પીએસઆઈએ રજા મેળવી અને પોતાના ગામડે ગયો. 


ટ્રેઈની પીએસાઈને કરાયા સસ્પેન્ડ 

ટ્રેઈની પીએસઆઈ તો ગામડે જતા રહ્યા પરંતુ ઉપરી અધિકારીને શંકા ગઈ. નકલી કાર્ડ લાગતા તે અંગેની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી કે આ કાર્ડ નકલી છે અને ટ્રેઈની પીએસઆઈએ પોતાના મિત્રના મદદથી આ કાર્ડ બનાવ્યું છે. તપાસમાં આ સમગ્ર કાંડ સામે આવ્યો. આખી ઘટના સામે આવતા ટ્રેઈની પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટ્રેઈની પીએસઆઈ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ટ્રેઈની પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.     



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....