કરાઈ એકેડમી ફરી આવી ચર્ચામાં! પીઆઇ પાસેથી દારુની બોટલ મળી આવતા ચકચાર, આ મામલે કેસ કરાયો દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-06 14:11:36

ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ હકીકત અને નરી વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ જાણીએ છીએ. દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં અનેક વખત મળી આવતો હોય છે. લોકો તેમજ પોલીસ પણ અનેક વખત નશાની હાલતમાં દેખાતા હોય છે. કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા પીએઆઈ પાસેથી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. દારૂની બોટલ મળી આવતા ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જેની પાસેથી દારૂની બોટલ મળી આવી છે તેમનું નામ નિરંજન ચૌધરી છે અને તે મૂળ બનાસકાંઠાના વતની છે.


તાલીમાર્થી પાસેથી મળી આવી વિદેશી દારૂની બોટલ!

કરાઈ એકેડમી ખાતે પોલીસને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. નકલી પીએસઆઈ પકડાયા હોવાની ઘટના હજી તાજી છે ત્યારે ફરી એક વખત કરાઈ એકેદમી ચર્ચામાં આવી છે. કરાઈ એકેડમીમાં દારૂની બોટલ પકડાઈ છે. એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા નિરંજન ચૌધરી પાસેથી બોટલ મળી આવી છે. ટ્રેનિંગ સેન્ટરથી દારૂની બોટલ મળી આવતા પોલીસ બેળામાં ચર્ચા ઉદ્ભવી છે. પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા રાખવવાની જવાબદારી પોલીસના શિરે હોય છે. ત્યારે કરાઈ એકેડમીમાંથી જ દારૂની બોટલ મળી આવતા ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. 


વિકાસ સહાયે કડક પગલાં લેવા આપી સૂચના! 

સમયાંતરે પોલીસ એકેડમીમાં તેમજ તાલીમ લઈ રહેલા તાલીમારથીઓની રહેવાની બેરેકોમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગઈકાલે રૂટિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન તાલીમાર્થી પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ બાબતની જાણ ઉપરી પોલીસ અધિકારીને કરવામાં આવી હતી. ડી.જી.પી વિકાસ સહાયને આ અંગે જાણ થતાં ત્વરીત પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. 


પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ!

તાલીમાર્થી પીએસઆઈ વિરૂદ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવી અને આ મામલે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે તાલીમાર્થી પાસેથી દારૂની બોટલ ઝડપાઈ તે ભાવનગરના વતની હતા. એકેડમીની અંદર દારૂની બોટલ ક્યાંથી આવી અને કોણે લાવવામાં મદદ કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે