Karnataka :BJPના ધારાસભ્યએ પોતાની જ પાર્ટીને આપી ધમકી! કહ્યું જો મને પાર્ટીમાંથી કાઢવામાં આવશે તો હું કોરોના કૌભાંડનો ખુલાસો કરીશ


  • Published By :
  • Published Date : 2023-12-28 08:40:34

અનેક વખત આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવે છે જેમાં પાર્ટીને અલવિદા કહ્યા બાદ કૌભાંડો બહાર પાડવાની ધમકી આપતા હોય છે. પાર્ટીને છોડ્યા બાદ કેટલા કૌભાંડો થયા છે તે જણાવી પોતાની વેદના ઠાલવતા હોય છે. પરંતુ શું તમે કોઈ નેતા જે ભાજપમાં હોય એમને ધમકી આપતા જોયા છે? કોઈ ધારાસભ્યને એવું કહેતા સાંભળ્યા છે કે જો મને પાર્ટીમાંથી બહાર કાઢ્યો તો કૌભાંડો બહાર પાડી દઈશ? આવા કિસ્સાઓ ભાજપમાંથી તો બહુ ઓછી વખત સામે આવતા હોય છે પરંતુ કર્ણાટકમાં કંઈ આવું જ થયું. વિજયપુરના ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટીલ યાતનાલે પોતાની જ પાર્ટીને ધમકી આપી દીધી. ચેતવણી આપતા તેમણે કહ્યું કેજો તેમને પક્ષમાંથી કાઢવામાં આવશે, તો તેઓ કોવીડ સમયે થયેલા  40,000 કરોડના ગોટાળામાં સામેલ લોકોના નામ આપી દેશે. 

માસ્કને લઈ કહી આ વાત 

કર્ણાટકમાં યેદિયુરપ્પા સામેના સૌથી સીધા અને તીક્ષ્ણ હુમલાઓમાંના એકમાં, ભાજપના ધારાસભ્ય બાસનાગૌડા પાટીલ યાતનાલે મંગળવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પર કોવિડ રોગચાળા દરમિયાન મોટી રકમ કમાવવાનો આરોપ મૂક્યો હતો. મીડિયા સાથે વાત કરતા યતનાલે કહ્યું કે ફેસ માસ્કની કિંમત બજારમાં માત્ર 45 રૂપિયા છે, યેદિયુરપ્પાએ સરકારને 485 રૂપિયા ચૂકવવા દબાણ કર્યું, અને કિંમતમાં 10 ગણો વધારો કર્યો હતો.


40000 કરોડ કૌભાંડના પર્દાફાશ કરવાની આપી ધમકી!   

વધુમાં તેમણે કહ્યું કે માત્ર આટલું જ નહીં, તત્કાલીન સરકારે ક્વોરેન્ટાઇન કેન્દ્રો સ્થાપવા માટે લગભગ 10,000 બેડ ભાડે આપ્યા હતા. તેમણે દરેક બેડ માટે 20,000 રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું. તે રકમથી તેઓ સરળતાથી બે નવા બેડ ખરીદી શકતા હતા. યેદિયુરપ્પા મુખ્યમંત્રી હતા ત્યારે ખુલ્લી લૂંટ હતી. તેમણે રૂ. 40,000 કરોડના ભંડોળનો ગેરઉપયોગ કરવાની મંજૂરી આપી હતી, ”આવા આક્ષેપો ભાજપના જ ધારાસભ્ય યતનલે કર્યા હતા.

હોસ્પિટલો પર પણ લગાવ્યા આરોપ!

તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન, હોસ્પિટલો સારવારના નામે દરેક કોવિડ દર્દી પાસેથી 8-10 લાખ રૂપિયા વસૂલ કરે છે. "જ્યારે મને કોવિડ માટે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ત્યારે મારી પાસેથી 5.8 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા," સાથે તેમને એવું પણ કહ્યું કે ધારાસભ્ય હોવાને કારણે તેઓ સરકાર પાસેથી ફીની ભરપાઈ કરી શકે છે, પરંતુ ગરીબોનું શું કે જેઓ હોસ્પિટલના આટલા મોટા બિલ ચૂકવી શકતા નથી.


સિદ્ધારમૈયાએ આ અંગે આપી પ્રતિક્રિયા 

એક પ્રશ્નના જવાબમાં તેમણે ધમકી આપી હતી કે જો તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે તો તેઓ ભાજપના વધુ નેતાઓને ખુલ્લા પાડશે. "પાર્ટીને મને હાંકી કાઢવા દો, પછી હું તેમાંથી દરેકને ખુલ્લા પાડીશ કારણ કે હું આ લોકો વિશે ઘણું જાણું છું," એવી ધમકી આપી હતી. બીજેપી ધારાસભ્ય બસનગૌડા પાટિલના આ નિવેદન બાદ સીએમ સિદ્ધારમૈયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે બીજેપી વિધાયક બસનગૌડા પાટિલના સાહસિક આરોપોને અમારા અગાઉના પુરાવા વધુ મજબૂત થયા છે. ભાજપ સરકાર 40 ટકા કમિશનવાળી સરકાર હતી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે