કર્ણાટકમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ, 13000 કર્મચારીઓને મળશે OPSનો લાભ


  • Published By :
  • Published Date : 2024-01-26 16:05:14

કોંગ્રેસ શાસિત કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ રાજ્યમાં ફરી એક વખત જુની પેન્શન સ્કિમ અમલી બનાવી છે. રાજ્ય સરકારે આ અંગેની એક નોટિફિકેશન પણ જાહેર કરી છે. આ નોટિફિકેશન મુજબ વર્ષ 2006ની ભરતી બાદ સરકારી નોકરીમાં જોડાયેલા લગભગ 13 હજાર કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે. સીએમ સિદ્ધારમૈયાએ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે જ્યારે સરકારી કર્મચારીઓ નવી પેન્શન યોજના વિરૂધ્ધ હડતાલ પર હતા ત્યારે તેમણે તેમની માગણીઓ પુરી કરવાનું વચન આપ્યું હતું.  


કોંગ્રેસે ચૂંટણી વચન પાળ્યું


કોંગ્રેસના નેતા અને રાજ્યના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે આ નિર્ણયથી રાજ્યના 13 હજાર જેટલા સરકારી કર્મચારીઓને રાહત મળશે. અત્રે ઉલ્લેખનિ છે કે પાંચ રાજ્યોમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે OPSને ફરીથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે તેમ છતાં તેલંગાણાને બાદ કરતા અન્ય રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનિય છે કે જુની પેન્શન સ્કીમ સરકારી કર્મચારીઓ રિટાયર્મેન્ટ  કેન્દ્રની વાજપાઈ સરકારે ડિસેમ્બર 2003માં જ જુની પેન્શન યોજના બંધ કરી હતી. સરકારે 1 એપ્રીલ 2004ના રોજ નવી પેન્શન સ્કીમ અમલમાં મુકી હતી. 



ગઈકાલે પીએમ મોદીએ વારાણસીની લોકસભા બેઠક પરથી પીએમ મોદીએ દાવેદારી નોંધાવી હતી.. ઉમેદવારોએ એફિડેવિટ કરવી પડતી હોય છે જેમાં તેમની પાસે કેટલી મિલકત છે, કેટલું સોનું છે તે સહિતની વિગતો આપવાની રહે છે. પીએમ બન્યા પછી તેમની સંપત્તિમાં વધારો થયો છે.

એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..

ગુજરાતમાં પણ અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. બનાસકાંઠા, વલસાડ. ભરૂચ, આણંદ સહિતની અનેક બેઠકો એવી છે જેના પરિણામ પર સૌ કોઈની નજર રહેલી છે.. ત્યારે ગુજરાતમાં 26 બેઠકોમાંથી 14 જેટલી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારની જીત થશે તેવો આશાવાદ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નક્કી કરી લીધું કે 2024ની ચૂંટણીમાં આપણે તમામ 26 બેઠક પર ફક્ત જીત નથી મેળવવી પરંતુ 5 લાખ મતની લીડથી જીત મેળવવી છે. પરંતુ ગુજરાતની અનેક બેઠકો એવી છે જ્યાં આ ટાર્ગેટ પૂર્ણ થવો મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.