મહિલાને થપ્પડ મારતો કર્ણાટકના મંત્રીનો વીડિયો વાયરલ, કોંગ્રેસે પૂછ્યું- શું હકાલપટ્ટી થશે?


  • Published By :
  • Published Date : 2022-10-23 15:11:01

કર્ણાટકના મંત્રી વી સોમન્ના એક કાર્યક્રમમાં એક મહિલાને થપ્પડ મારતા કેમેરામાં કેદ થયા છે. કાર્યક્રમમાં તેઓ જમીનની માલિકીની વહેંચણી કરતા હતા. આ ઘટનાને લઈ લોકોમાં જબદસ્ત આક્રોશ છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ મંત્રી પાસેથી ખુલાસો માંગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલીક મહિલા સુરક્ષાકર્મીઓ પણ જોઈ શકાય છે, પરંતુ થપ્પડ કાંડ બાદ તેઓ ચૂપ રહ્યાં. બીજી તરફ કોંગ્રેસે આ ઘટનાની નિંદા કરી અને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને પૂછ્યું કે શું મંત્રીને બરતરફ કરવામાં આવશે?


મહિલા મંત્રીના પગે પડી પણ મંત્રી થપ્પડ મારી


કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં શનિવારે સાંજે આ ઘટના બની હતી. વી સોમન્ના કર્ણાટકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મંત્રી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દસ્તાવેજોના વિતરણ માટે લાભાર્થીઓની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી અને તેના કારણે વિવાદ થયો હતો. થપ્પડ માર્યાની ઘટના બાદ વીડિયોમાં જોવા મળે છે કે મહિલાએ મંત્રીના પગને સ્પર્શ કર્યો હતો. મંત્રીએ તેના વર્તન માટે માફી માંગી હોવાનું માનવામાં આવે છે, જ્યારે મહિલાએ પાછળથી દાવો કર્યો કે મંત્રીએ તેને મદદ કરવાનું વચન આપ્યું હતું.



કોંગ્રેસે મંત્રીની હકાલપટ્ટી કરી માગ


કોંગ્રેસના રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું, "એક તરફ લોકોને 40 ટકા કમિશનનો ભારે ફટકો સહન કરવો પડે છે અને બીજી તરફ સત્તાના નશામાં ધૂત મંત્રીઓ દ્વારા મહિલાઓને થપ્પડ મારવામાં આવે છે. શું સીએમ બોમ્માઈ તમે આવા મંત્રીને બરતરફ કરશો?"



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે